ETV Bharat / state

Ahmedabad Crime: ઈજા પામેલા કોન્સ્ટેબલને મળવા પ્રેમીકા ઘરે આવી, કહ્યું ખોટા કેસમાં ફસાવી દઈશ - Ahmedabad Crime Case

અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણિત પોલીસકર્મી પ્રેમીનું અકસ્માત થતા તેના ખબર અંતર પુછવા માટે ગયેલી પ્રેમિકાએ પ્રેમીના ઘરમાં હોબાળો કર્યો હોવાની ઘટના બની છે. યુવતીએ પ્રેમીની માતા અને પત્ની સાથે ઝઘડો કરી તેમજ દીકરાનું અપહરણ કરાવી દેવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે નરોડા પોલીસમાં મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Ahmedabad Crime: પરિણીત પોલીસકર્મી પ્રેમીને મળવા ગયેલી પ્રેમિકાએ ઘરમાં કર્યો હોબાળો, પ્રેમીના દીકરા અને પત્નીના અપહરણની આપી ધમકી

author img

By

Published : Jul 13, 2023, 2:20 PM IST

અમદાવાદ: નરોડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ભાનુબેન (નામ બદલેલ છે)એ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. નરોડામાં તેઓ પરિવાર સાથે રહે છે. જે પરિવારમાં મોટો દીકરો બળદેવ (નામ બદલેલ છે) જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેની પત્ની ગીતા (નામ બદલેલ છે) અને એને એક 9 વર્ષનો દીકરો તેમજ ભાનુબેનનો નાનો દીકરો સુનિલ ( નામ બદલેલ છે) જેના દીકરાના લગ્ન થયા નથી તમામ સાથે રહે છે. ભાનુબેનના પતિ એસઆરપીમાં પીએસઆઇ તરીકે વડોદરા શહેરમાં ફરજ બજાવે છે.

"આ મામલે ફરિયાદ નોંધીને સમગ્ર કેસની તપાસ એસ.સી.એસ.ટી સેલને સોંપવામાં આવી છે"-- એસ.જે ભાટીયા (નરોડા પોલીસ સ્ટેશનના પી.આઇ)

એકદમ ઉશ્કેરાઈ: થોડા દિવસો પહેલા ભાનુબેનના દીકરા બળદેવનું એક્સિડન્ટ થયું હોય જેથી માથાના અને પગના ભાગે ઇજાઓ થતા સારવાર કરવામાં આવી હતી. દવાખાનામાંથી રજા મળતા તેઓ ઘરે આરામ પર હતા. બળદેવ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને નરોડા ખાતે રહેતી બીજલ (નામ બદલેલ છે) સાથે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ છે. તારીખ 7મી જુલાઈના રોજ સવારના સમયે ભાનુબેનના ઘરે દીકરા અને પુત્રવધુ સાથે હાજર હતા. તે સમયે અચાનક દીકરા બળદેવની પ્રેમિકા બીજલ ઘરની અંદર આવી હતી. જેથી ભાનુ બેને બીજલને અહીંયા કેમ આવી છે તેવું પૂછતા બીજલે પ્રેમી બળદેવને મળવા આવી હોય તેવું જણાવ્યું હતું. જેથી ભાનુ બેને બીજલને જતા રહેવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ હતી.

તે પ્રકારની ધમકીઓ: બાદમાં બીજલે પ્રેમી બળદેવની ખબર પૂછવા માટે આવી હોય તેવું કહેતા અને વાતચીત કરવા દો નહીં તો મજા નહીં આવે તેમ કહીને ઝઘડો કર્યો હતો. ભાનુબેન અનુસૂચિત જાતિમાં આવતા હોય તેવું જાણવા છતાં પણ બીજલે બીભત્સ ગાળો આપી હતી. જેથી ગાળો ન આપવા સમજાવવા છતાં પણ બીજલ ન માની અને ભાનુબેન સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. તે સમયે ભાનુબેનને માર માંથી છોડાવવા પુત્રવધુ વચ્ચે પડતા તેની સાથે પણ બીજલે ઝપાઝપી કરી માર માર્યો હતો. તેમજ બળદેવને મળવા નહીં દો તો તેની પત્ની તથા તેના દીકરાને જાનથી મરાવી નાખીશ, તે પ્રકારની ધમકીઓ આપી હતી.

પોલીસ મથકે ફરિયાદ: જે બાદ બીજલે ભાનુબેન અને તેઓના પરિવારને જાતિ વિષયક શબ્દો કહીને બળદેવને પોતાની સાથે લગ્ન કરીને પોતાની જોડે આવી જવાનું કહીને તેમજ તેના દીકરાને લુખ્ખા બોલાવીને સ્કૂલમાંથી ઉપાડી લેવાની તેમજ પ્રેમીની પત્ની અને દીકરાને મરાવી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાદ પણ બીજલ દ્વારા ભાનુબેન સાથે ઝપાઝપી કરવામાં આવતા બળદેવે માતાને બીજલના મારમાંથી છોડાવી હતી. જે બાદ પણ બીજલ જતા જતા ભાનુબેનને કહેતા ગઈ હતી કે બળદેવને મળવા નહીં દો, તો હું ઉપરથી કુદીને મરી જઈશ અને તમને ખોટા કેસમાં ફસાવી દઈશ. જેથી આ સમગ્ર મામલે ભાનુ બેને તેઓના પતિને જાણ કરતા અંતે આ સમગ્ર બાબતે બીજલ સામે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

  1. Ahmedabad Crime : સરખેજમાં સગીરાના અપહરણનો મામલો, ત્રણ દિવસ ઠેકઠેકાણે ફરી મૂકી ગયો, પોલીસે ધરપકડ કરી
  2. Ahmedabad Session Court: સગીરા પર બળાત્કાર કરનાર આરોપીને 20 વર્ષનો કારાવાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.