ETV Bharat / state

ચીન તરફથી ગુજરાતને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ભેટ - Gujarat lyance club

ભારતને આ કપરી પરિસ્થિતિમાં લોકો માટે મદદરૂપ લાયન્સ ઇન્ટરનેશનલ ચાઇના તરફથી ગુજરાત લાયન્સ ક્લબને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલી આપવામાં આવ્યા છે. તથા ભારતને કોરોના સામે મજબૂત રહેવા માટેનો સંદેશ આપ્યો છે.

ચીન તરફથી ગુજરાતને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ભેટ

author img

By

Published : May 25, 2021, 6:45 AM IST

  • લાયન્સ ક્લબને મળ્યા 20 ઓક્સિજન મશીન
  • ચીનની લાયન્સ ઇન્ટરનેશનલની શાખાએ મોકલાવ્યા મશીન
  • ભારતને કોરોના સામે મજબૂત રહેવા સંદેશ આપ્યો

અમદાવાદ : કોરોનાવાયરસને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચેલો છે. કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના પછી થતા ફંગસના સંક્રમણે પણ ભારતની પરિસ્થિતિ બગાડી છે. આવા સમયે ઘણા લોકો સમગ્ર દોષ ચીનને આપી રહ્યા છે. કારણ કે, કોરોનાની ઉત્પત્તિ જ ચીનથી જ થઇ છે. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યાં અત્યારે કોરોના પૂરી રીતે કંટ્રોલમાં છે. જ્યારે ભારતમાં કોરોનાએ માજા મુકી છે. એટલે ઘણા લોકો કોવિડને ચીનની ચાલ અને વિષાણુ યુદ્ધ તરીકે ઓળખાવી રહ્યા છે. આ વાયરસને તેઓ આર્ટિફિશિયલ માની રહ્યા છે.

ચીન તરફથી ગુજરાતને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ભેટ
ચીન તરફથી ગુજરાતને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ભેટ

આ પણ વાંચો : લાયન્સ ક્લબે પોર્ટેબલ ઓક્સિજન મશીન બેન્કનું કર્યું લોન્ચિંગ

અમદાવાદ લાયન્સના સ્વયંસેવકોએ ચીન લાયન્સ ઇન્ટરનેશનલનો આભાર માન્યોજેમ સમાજમાં સારા અને ખરાબ તત્વ હોય છે, તેવી જ રીતે આ કપરી પરિસ્થિતિમાં લોકો માટે મદદરૂપ લાયન્સ ઇન્ટરનેશનલ ચાઇના તરફથી ગુજરાત લાયન્સ ક્લબને 20 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલી આપવામાં આવ્યા છે. અમદાવાદની ટ્વીન સીટી ગ્વાગઝોમાંથી આ કોન્સન્ટ્રેટર મોકલવામાં આવ્યા છે . તેમને ભારતને કોરોના સામે મજબૂત રહેવાનો સંદેશ પાઠવ્યો છે. આ બદલ અમદાવાદ લાયન્સના સ્વયંસેવકોએ ચીન લાયન્સ ઇન્ટરનેશનલનો આભાર માન્યો હતો.આ પણ વાંચો : કોરોના રસીકરણની જાગૃતિ માટે લાયન્સ ક્લબ 23થી 31 જાન્યુઆરી ક્રિકેટ મેચ યોજશે

15,000 US ડોલર અને 5 લિટર કેપેસિટીના મશીન
5 લિટરની કેપેસિટીના આ મશીનની કુલ કિંમત 15,000 US ડોલર એટલે કે રૂપિયામાં 11 લાખ જેટલી થાય છે. ચીનથી ગુજરાત આ મશીન રવાના કરવા માટે લાયન્સ ક્લબના ગુજરાત દ્વારા ચાઈનીઝ અધિકારીઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો. લાયન્સ કલબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કોરોના કાળમાં ચાલી રહી છે. જેમકે, કોવિડને દર્દીઓના સગાને જમવાની અને પાણીની સુવિધા, કોવિડના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવા, માસ્ક આપવા, શબવાહીનીની વ્યવસ્થા વગેરેનો સમાવેશ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.