ETV Bharat / state

Ghee Price Hike: ગુજરાતમાં ઘી મોંઘુ, અમૂલ બાદ અન્ય ખાનગી ડેરીઓએ ઘીના ભાવમાં વધારો કર્યો - ગુજરાતમાં ધીના ભાવ

ગેસના ભાવમાં વધારો થયાના ત્રીજા દિવસમાં હવે અમૂલ ઘીના ભાવમાં મોટો વધારો થયો છે. રૂપિયા 28નો મોટો ભાવ વધારો ઘીમાં થતા ગૃહિણીઓ સહિત મીઠાઈની દુકાનવાળાઓના બજેટ પણ બગડી જાયે એવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસમાં ભાવ વધારો લાગુ થયાના ત્રીજા જ દિવસે જીવનજરૂરી વસ્તુના ભાવમાં વધારો થતા કમરતોડ મોંઘવારીનો દરેક વર્ગ અહેસાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં ઘી મોંઘુ, અમૂલ બાદ અન્ય ખાનગી ડેરીઓએ ઘીના ભાવમાં વધારો કર્યો

author img

By

Published : Mar 3, 2023, 12:41 PM IST

અમદાવાદ: દૂધ, દહી અને માખણ બાદ હવે અમૂલના ઘીમાં ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. દૂધમાં થયેલા ભાવ વધારા બાદ આ બીજો મોટો ભાવ વધારો માનવામાં આવે છે. આ પહેલા દૂધમાં ભાવ વધારો થતા દહીં અને છાશના ભાવમાં સીધો વધારો થયો હતો. હવે અમૂલના ઘીના ભાવમાં સીધો ભાવ વધારો થતા મીઠાઈ મોંઘી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. શુદ્ધ ઘીના ભાવમાં પ્રતિ લિટર 28 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. બીજી બાજું રાજ્યભરમાં ઉનાળાની અસર અને લંપી વાયરસના કહેર વચ્ચે દૂધની આવકમાં મોટો ઘટાડો થયો છે.

ભાવમાં વધારો: અમૂલ ઘીમાં ભાવ વધારો થતા હવે સ્થાનિક ડેરમાંથી મળતા ઘીમાં પણ ચોક્કસ પણે વધારો થશે. રાજકોટ શહેરમાં મળતા ગોપાલ ઘીમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. એ પછી નાની-મોટી સ્થાનિક ડેરીઓ પણ આ ભાવ વધારાને અનુસરશે, એટલે આગામી દિવસોમાં મીઠાઈઓ ખાવી દરેકને પરવડશે નહીં. આ પહેલા જ્યારે અમૂલ દૂધના ભાવમાં વધારો થયો હતો એ સમયે સ્થાનિક ડેરીવાળાઓએ પણ પોતાના દૂઘના ભાવમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો શરીરને રોગમુક્ત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે શુદ્ધ ઘી

આવક આવીને અટકી: રાજકોટ શહેરમાં થતી દૂધની આવકની વાત કરવામાં આવે તો 480,000 લિટર દૂઘની આવક સામે હવે ઘટાડો થઈને 425000 લિટર આવક આવીને અટકી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેની સામે દૂઘની કુલ આવકમાં 8થી 10 ટકાનો સીધો મોટો વધારો થયો છે. ભાવ વઘારો થતા એવું લાગી રહ્યું છે કે, આ શ્વેતક્રાંતિ હવે ભ્રાંતિબની રહી છે. દૂઘ અને તેની તમામ બનાવટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હવે ઘીના ભાવમાં વધારો થતા તહેવારની સીઝનમાં મીઠાઈ ખાવી દરેકના ખિસ્સાને પોસાશે નહીં. આ પરથી એવું કહી શકાય કે, મોઢું મીઠું કરાવવું આર્થિક રીતે કડવું બની રહેશે. જોકે, આ પહેલા પણ જ્યારે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે મોંઘવારીમાં દરેક વર્ગને મોટો માર પડ્યો હતો.

આ પણ વાંચો ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ

શ્વેતક્રાંતિને ફટકો: દરેક રાજયમાં લંપી વાયરસના કહેર દરેક રાજયમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે દૂધના ઉત્પાદનામાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ ઉત્પાદનમાં ઘટાડો થતાની સાથે દૂધની માંગમાં પણ વધારો થયો છે. માંગ વધારાની સાથે દૂધના ભાવમાં વધારો થયો છે.જોકે આ તમામ વાત વચ્ચે સામાન્ય જનતાની હેરાન અને મોંઘવારીનો માર ખાવા સિવાઇ કોઇ ઉધાર નથી. કેમકે સરકારે તો આંખ આડા કાન કરી દીધા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.