ETV Bharat / state

કોરોના લૉકડાઉનનો ગેરલાભ લેતાં ગાંધીનગર સિવિલના બ્રધર, મહિલા સહકર્મી સાથે કરી અઘટિત હરકત - ઈટીવી ભારત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક જ વોર્ડમાં ફરજ બજાવતાં બ્રધર પાસે લિફ્ટ માગવી સિસ્ટરને મોંઘી પડી ગઈ હતી. લૉકડાઉનના કારણે વાહન પર પાબંદી છે ત્યારે રાત્રે ફરજ પૂરી કરીને ઘેર જવા માટે નર્સે સહકર્મી બ્રધર પાસે લિફ્ટ માગી હતી. જેનો ગેરલાભ બ્રધરે ઉઠાવ્યો હતો.

કોરોના લૉક ડાઉનનો ગેરલાભ લેતાં ગાંધીનગર સિવિલના બ્રધર, મહિલા સહકર્મી સાથે કરી અઘટિત હરકત

author img

By

Published : Apr 6, 2020, 2:51 PM IST

ગાંધીનગર-રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલમાં એક જ વોર્ડમાં ફરજ બજાવતાં બ્રધર પાસે લિફ્ટ માગવી સિસ્ટરનેે મોંઘી પડી ગઈ હતી. લૉક ડાઉનના કારણે તમામ વાહનો ઉપર પાબંદી લગાવવામાં આવતાં રાત્રે આઠ વાગ્યે ફરજ પૂરી કરીને ઘેર જવા માટે નર્સે લિફ્ટ માગી હતી. ત્યારે લિફ્ટ આપનાર બ્રધર દ્વારા એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને આ બાબતની ફરિયાદ સિવિલના સુપરિટેન્ડન્ટને કરવામાં આવી છે. તેમ જ પોલિસ ફરિયાદ કરવાની તૈયારી પણ નર્સ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં 14 એપ્રિલ સુધી લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ખાનગી વાહનો આવનજાવન કરી શકતાં નથી. ત્યારે વાહન વિનાના કર્મચારીઓને ફરજ ઉપર આવવા માટે સમસ્યાનો સામનો કરીને આવવું પડે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ બપોરની શિફ્ટ પૂરી કરીને રાત્રે 9:00 વાગ્યાની આસપાસ ઘેર જવા નીકળી હતી. પરંતુ લૉક ડાઉન હોવાના કારણે જોડે જ કામ કરતાં પુરુષ નર્સ પાસે પોતાના વાહનમાં ઘેર મૂકી જવા માટે વિનંતી કરી હતી. જેથી આ બ્રધર નર્સને પોતાની કારમાં બેસાડીને મૂકવા ગયો હતો. નર્સ પોતાના ફ્લેટ તરફ ચાલી રહી હતી, તે દરમિયાન આ પુરુષ નર્સ પણ તેમની પાછળ ગયો હતો અને સીડી ચડવાની જગ્યામાં હાથ પકડીને અઘટિત હરકત કરી હતી. ઘટનાથી હેબતાઈ ગયેલાં નર્સે તરત જ બૂમાબૂમ કરી લોકોને ભેંગા કરવાની ઘમકી આપતાં બ્રધર ભાગી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ બ્રધર કલોલમાં રહે છે અને તેના રૂટ ઉપર જ આ યુવતીનું નિવાસસ્થાન આવવાના કારણે યુવતી દ્વારા લિફ્ટ આપવા વિનંતી કરવામાં આવી હતી.આ બ્રધર નર્સ બે બાળકોનો પિતા હોવાનું પણ જાણવા મળે છે. આ બાબતે આ નર્સે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને લેખિત ફરિયાદ કરીને આ પ્રકારની હરકત અન્ય કોઈ સિસ્ટર સામે ન થાય તેની કાર્યવાહી કરવા માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.