ETV Bharat / state

PM Modi Degree Case: PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો, કેજરીવાલ તરફથી રિજોઇન્ડર દાખલ, વધુ સુનાવણી 21 જુલાઈએ થશે - PM મોદીની ડિગ્રી માંગવાનો મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવાના હાઇકોર્ટે આપેલા ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં આજે CM અરવિંદ કેજરીવાલના એડવોકેટ તરફથી રિજોઈન્ડર દાખલ કરવામાં આવ્યું છે. તેમજ મોદીની ડિગ્રી વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. તેની યુટ્યુબની ટ્રાન્સસ્ક્રીપ્ટ પણ તૈયાર કરીને મૂકવામાં આવી છે.

PM Modi Degree Case:
PM Modi Degree Case:
author img

By

Published : Jun 30, 2023, 5:54 PM IST

Updated : Jun 30, 2023, 6:59 PM IST

હાઇકોર્ટે આપેલા ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રીના ડિગ્રી માંગવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો. તેની સામે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટમાં આ ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરી છે. આજે હાઇકોર્ટમાં જજ બીરેન વૈષ્ણવની કોર્ટમાં આ કેસ પર સુનાવણી થઈ હતી.

" અમારા તરફથી આજે કોર્ટમાં રિજોઇન્ડર દાખલ કરવામાં આવ્યું છે. વર્ષ 2016 માં દાખલ થયેલા કેસમાં યુનિવર્સિટીના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી યુનિવર્સિટીની સાઇટ પર ઉપલબ્ધ છે તેવું કોર્ટને જણાવાયું હતું. યુનિવર્સિટી વેબસાઈટ પર કોઈ જ ડિગ્રી ઉપલબ્ધ નથી. આ મુદ્દે તેની યુ-ટ્યુબ પરથી આખી ટ્રાન્સસ્ક્રિપટ તૈયાર કરાઈ છે. અને તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી માટે 21 જુલાઈ શુક્રવારના રોજ નિયત કરવામાં આવી છે." - ઓમ કોટવાલ, અરવિંદ કેજરીવાલના એડવોકેટ

શું છે સમગ્ર કેસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા મુદ્દે વર્ષ 2016થી ગુજરાત હાઇકોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે ગુજરાત યુનિવર્સિટીનો કેસ ચાલતો હતો. ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના આ કેસ પર 31 માર્ચ, 2023 એ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું તેમજ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ કર્યો હતો.

21 જુલાઈએ થશે સુનાવણી: હાઇકોર્ટે આપેલા આ ચુકાદા સામે અરવિંદ કેજરીવાલે રીવ્યુ પિટિશન ફાઇલ કરી છે. આ રિવ્યુ પિટિશનમાં હુકમમાં હાઇકોર્ટે કરેલા અવલોકનો ક્ષતિ પૂર્ણ હોવાની રજૂઆત સાથે તેમાં રિવ્યુની જરૂરિયાત હોવાની અરજીમાં રજૂઆત કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર હોવાનું જણાવ્યું હતું. જે ડીગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર નથી આથી હુકમમાં કરેલ આ બાબત ક્ષતિપૂર્ણ છે. મહત્વનું છે કે આ મામલે અગાઉ હાઇકોર્ટ ગુજરાત યુનિવર્સિટી, ચીફ ઇન્ફર્મેશન કમિશનર સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.

  1. PM Modi Degree Controversy: ગુજરાત યુનિવસિર્ટી માનહાનિ કેસ મામલો, CM કેજરીવાલ તેમજ સંજયસિંહને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા કોર્ટનો આદેશ
  2. PM Modi Degree Controversy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત અંગે ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં ચુકાદો સંભાળવશે

Last Updated : Jun 30, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.