- અમદાવાદ RTO દ્વારા ફેસલેસ સુવિધા શરૂ કરવામાં આવી હતી
- અરજદારો 15 દિવસમાં ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરે એપ્લિકેશન રિજેક્ટ થશે
- રિજેક્ટ થયા બાદ નવી એપ્લિકેશન કરવી પડશે અને ફરીથી ફી ભરવી પડશે
આ પણ વાંચોઃ અમદાવાદ RTO કચેરીમાં ટુ-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ આવશે
અમદાવાદઃ જિલ્લાના અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે દિવસ દરમિયાન RTO (Regional Transport Office)માં 3,000 લોકોની અવર-જવર રહેતી હતી. પરંતુ કોરોનાની ગાઈડલાઈન બાદ લોકો RTO (રિઝનલ ટ્રન્સપોર્ટ ઓફિસ)ના કામ માટે આવી શકતા ન હતા. અમદાવાદની જનતાએ ફેસલેસ સુવિધાનો લાભ લીધો અને ઘણા લોકોએ RTOમાં આવ્યા વગર જ તમામ કામ ઓનલાઇન કર્યા છે. આ ફેસલેસ સુવિધામાં ઘણી વખત ટેક્નિકલ ખામી પણ સર્જાય છે. મોટા ભાગના લોકો આ સુવિધાની મદદથી RTOના કામ પૂર્ણ કરતા હતા. આ સુવિધાનો લાભ ઉઠાવનાર 2,700 લોકોની એપ્લિકેશન હજી પણ પેન્ડિંગ છે કારણ કે, લોકો દ્વારા RTOમાં અમુક ડોક્યુમેન્ટ હજી પણ ઓનલાઇન અપલોડ કર્યા નથી ત્યારે RTO દ્વારા લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત RTO દ્વારા દરેક અરજદારોને ફોન ઉપર પણ જણાવવામાં આવ્યું હોવા છતાં અરજદારો હજુ સુધી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ નથી કર્યા.
આ પણ વાંચોઃ સુરત RTOની બેદરકારી, એક જ નામનું લાઇસન્સ 2 વ્યક્તિઓને આપ્યું
અરજદારો 15 દિવસમાં ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરે તો તેમની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશેઃ RTOના ઉચ્ચાધિકારી
આ મામલે RTOના ઉચ્ચાધિકારી વી. બી. લીંબાસિયાએ જણાવ્યું હતું કે આખરે સુવિધાનો લાભ ઘણા લોકોએ લીધો છે, સુવિધાની આની મદદથી સરળતાથી RTOને લગતા તમામ કામ ઓનલાઈન થઈ શકે છે. અરજદારો 15 દિવસમાં ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરે તો તેમની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશે. આ સંજોગોમાં તેમણે ફરીથી એપ્લિકેશન કરવી પડશે, જેના માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. તેમને કોઈ મૂંઝવણ હોય તો તેનો નિકાલ કરી શકાય. આ મામલે RTO દ્વારા દરેક લોકોને જણાવવામાં આવ્યું છે કે તેમના ડોક્યુમેન્ટ વહેલી તકે અપલોડ કરે, જેનાથી તેમની એપ્લિકેશન રિજેક્ટ ન થાય અને ફરીથી ફી ભરી ન પડે.