અમદાવાદના આ ફ્રેન્ડ્સ ગૃપના ચિરંજીવ પટેલ જણાવે છે કે, 34 વર્ષ પહેલા મહેશભાઈ દેસાઈએ શેરી ગરબાનું આયોજન કર્યું હતું અને તેમાં 200 થી 300 જાણીતા લોકો આવતા હતા. પરંતુ 20 વર્ષે એવું થયું કે, આ ગરબામાં દસથી પંદર હજાર લોકોને એકસાથે સાચવવા મુશ્કેલ બની જતા હતા. જેથી અમે ફ્રેન્ડ્સ થીમ ગરબા અને ફ્રેન્ડ્સ એલિટ ગરબાનું આયોજન કર્યું. જેમાં અમદાવાદ શહેરના જે જાણીતા વ્યક્તિઓ માટે રાખવામાં આવે છે. જે ફક્ત ઇન્વિટેશન દ્વારા જ આવતા હોય છે. જેમાં લોકોને પર્સનલાઇઝ્ડ ઇન્વિટેશનની સાથે હેમ્પર આપવામાં આવે છે. જેની તૈયારીઓ ત્રણ મહિના પહેલાથી શરૂ થઈ જતી હોય છે.






આ કોઈ કમર્શિયલ ગરબા નથી. દર વર્ષે અમે અલગ-અલગ થીમ રાખીએ છીએ. જેમ કે પધારો મારે દેશ, વાઇટ નાઈટ્સ તેમજ એક્ટિવિટીઝ પણ કરીએ છીએ. જેમાં નાના બાળકો માટે રમત-ગમતના અનેક સાધનો રાખીએ છીએ. જેના લીધે મા-બાપ તેમના બાળકોની ચિંતા વગર આસાનીથી ગરબા રમી શકે.
આ વર્ષ સિંગાપુરથી પ્રેરિત થઇને ગાર્ડન ઓફ સેન્સિસ થીમ રાખેલી છે. આના ડેકોરેશન માટે અમે દેશ-દુનિયાથી અલગ ફૂલો લાવીને ડેકોરેટ કરવાના છીએ. આ ગરબા 1 ઓક્ટોમ્બર કાન્તમ પાર્ટી પ્લોટમાં થવાના છે. બસ જોવાનું એ છે કે,વરસાદનું વિઘ્ન અમને નડે નહિ અને અમે ગરબા શાંતિથી પૂર્ણ કરી શકીએ.