ETV Bharat / state

Ahmedabad Crime News : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો

અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ ટીએમટી સળિયાના નામે 6 કરોડની રૂપિયાની છેતરપિંડી (Fraud worth crores of rupees of TMT Rods )મામલે સંદીપ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. બે આરોપીઓ સામે ઇકોનોમિક સેલમાં ફરિયાદ (Ahmedabad Crime )નોંધાઇ હતી. જેની તપાસ કરતા સંદીપ ચૌહાણની ધરપકડ (Arrest of Sandeep Chauhan )કરાઈ છે.

Ahmedabad Crime : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો

author img

By

Published : Jan 30, 2023, 6:45 PM IST

કરોડોનું ફુલેકુ ફેરવનાર આરોપીને ઝડપી લેતી આર્થિક ગુના નિવારણ શાખા

અમદાવાદ : અમદાવાદમાં અનેક લોકો સાથે મિત્રતા કરી વેપારી તરીકે સોદા કરી કરોડોની ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીએ અનેક લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે સંદીપ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. જેમાં નિકેતન જાદવ નામના આરોપી સાથે મળી અનેક લોકોનું ફુલેકુ ફેરવ્યું છે. બને આરોપીઓ સામે ઇકોનોમિક સેલમાં 6 કરોડની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ કરતા આરોપીઓમાંથી સંદીપ ચૌહાણની ધરપકડ કરાઈ છે. આરોપીએ અત્યાર સુધી અનેક લોકો સાથે કરોડોની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ટ્રકોમાંથી રિફાઈન્ડ ઓઇલ અને લોખંડના સળિયા ચોરી નેટવર્કનો પર્દાફાશ, સુરત LCBએ 9 આરોપીની ધરપકડ કરી

સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપિંડીના ગુના : વેપારીઓઓ પહેલા તેના મિત્રો સાથે આરોપી ડીલ કરતો હતો, બાદમાં નાના ઓર્ડર આપીને પેમેન્ટ પણ કરતો અને વિશ્વાસ કેળવતો. બાદમાં મોટા ઓર્ડર લઈ પેમેન્ટ લઈ લેતો અને બાદમાં પૈસા લઈ છેતરપિંડી આચરતો. તપાસમાં હાલ 6 કરોડની ઠગાઈ સામે આવી છે. સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપિંડીના ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે ફરાર આરોપી નિકેતન જાદવ ફર્મ ઉભી કરતો અને સંદીપ પૈસા મેળવી ઠગાઈનો ખેલ કરતો હોવાની હકીકત સામે આવી છે.

અન્ય લોકો સાથે ઠગાઇની તપાસ : આ મામલે ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ ટીએમટી સળિયાના ધંધામાં હકીકતમાં છે કે કેમ અને કેટલા અન્ય લોકો સાથે ઠગાઈ આચરી ચૂક્યો છે એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Surat Crime : પિતાના નામ પર દીકરાએ પાણી ફેરવ્યું, હીરાની છેતરપિંડીમાં ઝડપાયો

કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી : આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એ.એમ દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ એક આરોપી ફરાર હોય તેને પકડવા માટે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઇ છે. વેપારીઓઓ સાથે છેતરપિંડી કરવા માટે આરોપી વેપારીની પહેલા તેના મિત્રો સાથે આરોપી ડીલ કરતો હતો.જેમાંં નાના નાના ઓર્ડર આપીને પેમેન્ટ પણ કરી દેતો હતો એટલે વેપારીઓને વિશ્વાસ આવી જતો હતો. વેપારીઓ ઝાંસાં આવી ગયા બાદમાં આરોપી મોટા ઓર્ડર લઈ લેતો અને બાદમાં પૈસા લઈ છેતરપિંડી આચરતો. તપાસમાં હાલ 6 કરોડની ઠગાઈ સામે આવી છે. સંદીપ વિરુદ્ધ 9 જેટલા છેતરપિંડીના ગુના નોંધાઇ ચૂક્યા છે. જ્યારે ફરાર આરોપી નિકેતન જાદવ ફર્મ ઉભી કરતો અને સંદીપ પૈસા મેળવી ઠગાઈ આચરતો હકીકત સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.