ETV Bharat / state

Traffic e-challan Fraud: ઈ ચલણ ભરવામાં રાખજો ધ્યાન, નહીંતર બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી - Traffic e challan Fraud

સાયબર ગઠિયાઓ છેતરપિંડી આચરવા માટે નવા નવા નુસખાઓ શોધતા રહે છે. તેમાં પણ ટેકનોલોજીના ઉપયોગને લોકોને સરળતાથી પોતાની જાળમાં ફસાવી લેતા હોય છે. ત્યારે હવે સાયબર ગઠિયાઓએ લોકોને ઠગવાનો નવો પેંતરો શોધી કાઢ્યો છે. ટ્રાફિક ઈ ચલણની જેવી જ નકલી વેબસાઈટ લિંક બનાવી લોકોને ઠગવાનું શરૂ કર્યું છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 4:09 PM IST

ઈ ચલણ ઠગાઈ અંગે સાયબર ક્રાઈમમાં 20-25 ફરિયાદો

અમદાવાદ: વધતી જતી ટેકનોલોજીના ફાયદાની સાથે ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ સમય અને પૈસા બંને બચાવવા માત્ર થાય છે પરંતુ આ જ ટેક્નિકલનો દુરુપયોગ કરીને ઠગબાજો લોકોના પૈસાની ઉચાપત કરી રહ્યા છે. અમદાવાદ પોલીસે ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી માટે ઈ ચલણ આપવાનું શરૂ કર્યું અને તેને ભરવા માટે ઓનલાઈન પોર્ટલ અંગે પણ લોકોને માહિતગાર કર્યા. પરંતુ સાયબર ગઠિયાઓએ તેનો ગેરલાભ લઈને નકલી વેબસાઈટ લિંક બનાવી ઈ ચલણ ભરવાના નામે અને તેમાં પરત વળતર આપવાના નામે લોકો સાથે ઠગાઈ શરૂ કરી છે.

શહેરીજનોને સાવચેત રહેવા અપીલ
શહેરીજનોને સાવચેત રહેવા અપીલ

શું છે One Nation, One Chalan પ્રોજેક્ટ:

  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે શહેર વિસ્તારમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. CCTV કેમેરા દ્વારા વાહનચાલકો ટ્રાફિકના નિયમોના ભંગ કરતા હોય તેવા વાહનોના ફોટા કેપ્ચર કરવામાં આવે છે અને ત્યારબાદ તે ફોટાઓને નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરને મોકલવામાં આવે છે. ત્યારબાદ તે ફોટોને એન.આઈ.સી દ્વારા જરૂરી વિગતો પૂરી પાડી One Nation, One Chalan એપ્લિકેશન દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોય તેવા વાહન ચાલકોને તેઓના રજીસ્ટર નંબર ઉપર ઈ ચલણ લિંક મારફતે ટેક્સ મેસેજ મોકલી આપવામાં આવે છે.
  • વાહનચાલક ટેક્સ મેસેજ સ્વરુપે આવેલ લિંક ઓપન કરી પોતાનું ઈ ચલણ વેરીફાઈ કરી લિંકમાં જણાવેલ ક્યુઆર કોડ ઉપર ભરપાઈ કરવા માટે રજીસ્ટર મોબાઇલ નંબર નાખતા OTP આવે છે. વાહનચાલક આ રીતે OTP નાખીને ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા One nation, one chalan અંતર્ગત પેપરલેસ વર્ક માટે ઈ ચલણ ભરવા માટે ટેક્સ મેસેજની સુવિધાઓ આપવામાં આવી છે. ચલણ જનરેટ થયા બાદ 90 દિવસ સુધી જો દંડ નહી ભરે તો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં જતાં કાયદાકીય પ્રક્રિયામાં પસાર થવું પડે છે.

નકલી ઈ ચલણની લિંક દ્વારા ઠગાઈ: જો કે 30 ઓગસ્ટ 2023 ના રોજ સીસીટીવી કંટ્રોલરૂમના ગ્રુપમાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે કેટલાક લેભાગો તત્વો દ્વારા જે લિંક સરકારની છે, તેવી જ એક ઈ ચલણની નકલી લિંક બનાવીને કસ્ટમરો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઈ ચલણ ભરતા વ્યક્તિની નેટબેન્કિંગની માહિતી મેળવી નાણાકીય છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવી હતી. ઠગબાજો દ્વારા બનાવવામાં આવેલી લિંક http/echallanparivahan.in છે.

કઈ લિંક પર ક્લીક કરીને પૈસા ભરવા:

  • ઈ ચલણ ભરવા માટેની સાચી લિંક http:/echallan.parivahan.gov.in છે.

"ઈ ચલણ ઠગાઈ અંગે સાયબર ક્રાઈમમાં 20-25 ફરિયાદોની તપાસ ચાલુ છે. લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. ઈ ચલણ ભરવા માટેની નકલી લિંક અને સાચી લિંક વિશે જાણકારી મેળવી પછી જ ચલણ ભરવું જોઈએ." - અજિત રાજિયન, DCP, સાયબર ક્રાઈમ, અમદાવાદ

શહેરીજનોને સાવધાન રહેવા અપીલ: અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં યોગેન્દ્રસિંહ મહાવીરસિંહ નામના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલા સીસીટીવી કંટ્રોલરૂમમાં છેલ્લા 4 વર્ષથી ઇન્ચાર્જ PSI તરીકે પણ ફરજ બજાવે છે. જે બાબતે સાયબર ક્રાઈમમાં ફરિયાદો નોંધાતા પોલીસે શહેરીજનોને સાવચેત રહેવા અપીલ કરી છે.

  1. Surat Crime : કામરેજમાં લિમીટ વધારવા ક્રેડિટ કાર્ડનો ફોટો મંગાવ્યો અને 81,600નો યુવકને ચૂનો લાગી ગયો
  2. Cryptocurrency Fraud: ક્રિપ્ટો કરન્સી દ્વારા 1.33 કરોડની છેતરપિંડી, સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં વ્યસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.