અમદાવાદ:રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન(I K Jadeja admitted hospital) અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાને (i K Jadeja suffered a heart attack) હાર્ટએટેક આવતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:મઢડા મંદિરના બનુ આઈ 92 વર્ષની વયે દેવલોક થયા, આજે ધાર્મિક વિધિ સાથે કરાશે અંતિમ સંસ્કાર
થોડા સમય અગાઉ જ તેમની પત્નીનું થયું નિધન: નોંધનીય છે કે, ભાજપના નેતા આઈ.કે જાડેજા ગત વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ 2021માં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જે બાદ તેમણે યુ.એન મહેતા હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી અને સ્વસ્થ થયા બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ તેમની પત્નીનું નિધન થયું છે.
પીએમએ જાડેજાના કાર્યોનું ઉદાહરણ આપ્યું હતું: વડાપ્રધાનના બે દિવસીય ગુજરાત પ્રવાસના કાર્યક્રમ દરમિયાન આઇ.કે.જાડેજા સ્વસ્થ જણાતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આઇ.કે.જાડેજા ઉપસ્થિત હતા. વડાપ્રધાને તેમની હાજરીમાં તેમણે કરેલા કાર્યોનું ઉદાહરણ અન્ય કાર્યકરોને જણાવીને પ્રેરણા પૂરી પાડી હતી.
જાડેજાની તબિયત હાલમાં સ્થિર છે: ડોક્ટરોએના મત મુજબ આઇ. કે. જાડેજાની તબિયત હાલમાં સ્થિર છે. જોકે રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. ડોક્ટરના મત પ્રમાણે જાડેજાની તબિયત હાલ સ્થિર છે.