અમદાવાદ : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ઓ.પી. કોહલીના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને ગુજરાતના પૂર્વ રાજ્યપાલના નિધન અંગે માહિતી આપી હતી. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. ઓમપ્રકાશ કોહલીએ ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હતા.
-
My grandfather Shri Om Prakash Kohli, former governor of Gujarat and Raja Sabha MP, has passed away.
— Karnika (@KarnikaKohli) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
His funeral will be held at 11:30am tomorrow at Nigambodh Ghat in New Delhi. pic.twitter.com/AOqLtaWjRz
">My grandfather Shri Om Prakash Kohli, former governor of Gujarat and Raja Sabha MP, has passed away.
— Karnika (@KarnikaKohli) February 20, 2023
His funeral will be held at 11:30am tomorrow at Nigambodh Ghat in New Delhi. pic.twitter.com/AOqLtaWjRzMy grandfather Shri Om Prakash Kohli, former governor of Gujarat and Raja Sabha MP, has passed away.
— Karnika (@KarnikaKohli) February 20, 2023
His funeral will be held at 11:30am tomorrow at Nigambodh Ghat in New Delhi. pic.twitter.com/AOqLtaWjRz
મુખ્યપ્રધાન, નેતાઓ સહિત લોકો આપી શ્રદ્ધાંજલિ : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા ઓમપ્રકાશ કોહલીનું આજે ગોવામાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. મુખ્યપ્રધાન, નેતાઓ સહિત લોકો સોશિયલ મીડિયા દ્વારા ઓમપ્રકાશ કોહલીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.16 જુલાઈ 2014ના રોજ, ઓમ પ્રકાશ કોહલીની ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઓમ પ્રકાશ કોહલીએ વિવિધ પુસ્તકોની લાયબ્રેરી પણ બનાવી હતી : ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935ના રોજ થયો હતો. તેમને વાંચનનો ખૂબ જ શોખ હતો. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાયબ્રેરી પણ બનાવી હતી. તેણે નવી દિલ્હીની રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઓમ પ્રકાશ કોહલીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો છે. તેમણે 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું.
-
गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति🙏🏻
">गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति🙏🏻गुजरात के पूर्व राज्यपाल, भाजपा के वरिष्ठ नेता ओमप्रकाश कोहली जी के निधन का समाचार अत्यंत दुःखद है।
— Harsh Sanghavi (@sanghaviharsh) February 20, 2023
उनका समर्पण और सेवाभाव लोगों को हमेशा प्रेरित करता रहेगा।
ॐ शांति🙏🏻
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય હતા : જાન્યુઆરી 1991માં પ્રો. ઓમપ્રકાશ કોહલીએ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી. તેઓ ત્રણ વખત દિલ્હીના અધ્યક્ષ બન્યા, રાજ્યસભામાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય હોવા છતાં, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને હરિયાણા રાજ્યોના સંગઠનાત્મક પ્રભાર સંભાળ્યા. 2014 થી 2019 સુધીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ ગૌરવપૂર્ણ રહ્યો હતો.
ઓમ પ્રકાશ કોહલીનું નોઈડાની ખાનગી હોસ્પિટલમાં થયું નિધન : દિલ્હી ભાજપ સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતાઓ સુભાષ આર્ય, વિજેન્દર ગુપ્તા, રામવીર સિંહ બિધુરીએ કહ્યું કે પ્રો. ઓમપ્રકાશ કોહલી હંમેશા તેમના રાજકીય માર્ગદર્શક હતા અને તેમણે મને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સંગઠનમાં પ્રથમ જવાબદારી સોંપી હતી. પ્રોફેસર કોહલીનું નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને સહયોગ એપાર્ટમેન્ટ મયુર વિહારમાં તેમના નિવાસસ્થાને જનતા અને કાર્યકરો જોવા માટે રાખવામાં આવ્યો હતો.
ઓમપ્રકાશ કોહલીએ 3 પુસ્તકો લખ્યાં છે : ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ અને રાજ્ય સભાના પૂર્વ સભ્ય હતા. તેઓ 1999-2000માં ભાજપાના દિલ્હી વિભાગના પ્રમુખ હતા. તેઓ 1994 થી 2000 સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. કોહલી લેખક પણ છે, તેઓએ હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં 3 પુસ્તકો લખ્યાં છે.
આ પણ વાંચો : Surat Luxury Buses Issue : સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન