કિશોર રાઠોડે એફીડ્રીનમાંથી મેથેફેટામાઈન એટલે કે મેથ કે આઈસ નામનું ડ્રગ્સ બનાવવા વિક્કી ગોસ્વામી અને ડૉ. અબ્દુલ્લા નામના ‘ડ્રગ્સ માફિયા’ સાથે સોદો કર્યાની વિગતો જે-તે સમયે જાહેર થઈ હતી. ઝાક GIDCમાંથી 270 કરોડ પછી સોલાપુરની એવોન લાઈફ સાયન્સ લિ. નામની ફેક્ટરીમાંથી 2000 કરોડનું એફિડ્રીન પકડાયું હતું. ભવનસિંહ રાઠોડના પુત્ર જયસિંહ અને કિશોરસિંહ પર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસડાવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અગાઉ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પૂર્વ MLA ધારાસભ્યો બંને પુત્રો પોલેન્ડના ડ્રગ માફિયાને મળવા માટે દુબઈ ગયા હતા. બંનેએ એફેડ્રેઈન નામનો ડ્રગ નરેન્દ્ર કાચાને આપ્યું જેણે આ ડ્રગ્સને મેથામફેટામાઈનમાં તબ્દીલ કર્યું હતું. કિશોરસિંહ નકલી ચલણી નોટોના કેસમાં વર્ષ 2000માં પકડાયો હતો અને તેને 5 વર્ષની સજા ફટકરાવામાં આવી હતી. હવાલાથી આવેલા 91 લાખમાંથી મનોજને 51 લાખ અપાયા હતા.
મોમ્બાસામાં મિટિંગ બાદ એફીડ્રીનના સોદા પેટે કેન્યાથી વિક્કી ગોસ્વામીએ હવાલા મારફતે કિશોરસિંહ રાઠોડ અને જય મુખીને ૯૧,૯૦,૦૦૦ મોકલાવ્યા હતા. તેમાંથી જય મુખીએ ટૂકડે ટૂકડે ૫૧,૫૦,૦૦૦ ‘એવોન’ના સંચાલક મનોજ જૈનને આપ્યા હતા. આ રકમ પોતે સોલાપુર ફેક્ટરીના કર્મચારીઓના પગારપેટે અને ખર્ચપેટે વાપરી નાંખ્યાની કેફીયત મનોજે આપી છે. બાકીના રૂપિયા ૪૦ લાખ કિશોરસિંહ અને જય મુખીએ લીધા હતા.