અમદાવાદ : AMC દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે દરેક ધર્મના અનુયાયીઓ સંસ્થાના પ્રમુખ અને અધ્યક્ષ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 300થી વધુ સંસ્થાઓ આ રોડ શોમાં જોડાવાની છે. કદાચ આ સંખ્યા વધી પણ શકે તેમ બ્રીજલ પટેલનું નિવેદન છે.
આ રોડ શોમાં તેઓ વેશભૂષા સાથે આવે તેવી શક્યતાઓ છે. આ રોડ શો ઇતિહાસનો સૌથી લાંબો રોડ શો હશે. તેમજ જુદા જુદા પ્રાંતના લોકો પણ તેમના પારંપરિક વેશભૂષા સાથે જોડાશે. આ રૂટ એરપોર્ટથી ગાંધી આશ્રમ લઈને ઇન્દિરા બ્રિજથી સ્ટેડિયમ સુધીનો રહેશે. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાઈ શકે તેવી શક્યતાઓ છે.