ETV Bharat / state

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ભાગવાનને ફૂલોની હોળી રમાડાશે - ISKCON Temple

અમદાવાદના SG હાઈવે પર ઈસ્કોન મંદિરમાં 28 માર્ચ, 2021ને હોળીના દિવસે ભગવાનને માત્ર ફૂલોની જ હોળી રમાડાશે. કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામા આવશે આ સાથે ભક્તો ભગવાન સનમુખ હોળી નહી રમી શકે. ભક્તો માત્ર દર્શન કરવા આવી શકશે.

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ફૂલોની હોળી રમાડાશે

author img

By

Published : Mar 26, 2021, 10:54 PM IST

  • ઈસ્કોન મંદિરમાં દરવર્ષની જેમ હોળી ઉત્સવ ઉજવાશે
  • કોરોનાની ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરાશે
  • ભક્તોને ભગવાન સન્મુખ હોળી રમવા પર પ્રતિબંધ

અમદાવાદઃ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ (ભગવાન શ્રી કૃષ્ણના અવતાર)નો અવિર્ભાવ દિવસ અને હોળી બન્ને તહેવાર અમદાવાદના SG હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં ઉજવામાં આવશે. આશરે 530 વર્ષ પહેલાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પશ્ચિમ બંગાળના માયાપુર નગરમાં અવતરીત થયા હતા, તેમનો મુખ્ય ઉદ્ધેશ્ય હતો કે, કળિયુગમાં ભગવાનના નામનો પ્રચાર કરવો તેમને સામાન્ય જનતાને સમજાયું કે, કેવી રીતના ભગવાનના નામનો સંકીર્તન કરવાથી, આ ઘોર કળિયુગમાં સાશ્વત સુખ અને શાંતિ મળે છે.

અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ફૂલોની હોળી રમાડાશે
અમદાવાદ ઇસ્કોન મંદિરમાં ફૂલોની હોળી રમાડાશે

હોળીના દિવસે ભગવાન પર પુષ્પોનો અભિષેક

સમગ્ર વિશ્વમાં ઇસ્કોન મંદિર આ ઉત્સવને ખુબ આનંદ સાથે ઉજવે છે. આ તહેવારનો કાર્યક્રમ સવારે 4.30 વાગ્યે મંગળા આરતીથી થશે, ત્યારબાદ ભક્તો 7.15 સુધી હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરશે, શ્રૃંગાર આરતી થશે (ભગવાનને નવા વસ્ત્રનો શ્રુંગાર કરવામાં આવશે) અને તે પછી ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલાઓનું વર્ણન થશે. સાંજે 5 વાગ્યે અભિષેક સમારોહ શરૂ થશે, ભગવાનને વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગાવ્ય વસ્તુઓ સાથે અભિષેક થશે. પછી પુષ્પો દ્વારા અભિષેક થશે, તે પછી ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવશે અને ત્યાર બાદ સંધ્યા આરતી થશે. સાંજે 7 વાગ્યે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા પર પ્રવચન તથા ભક્તો દ્વારા સુંદર નાટક કરવામાં આવશે.

ઈસ્કોન મંદિરના પ્રમુખની અપીલ

ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફક્ત ભગવાનને ફૂલોની હોળી રમાડવામાં આવશે. ભક્તો હોળી નહિ રમી શકે. સાંજે 5 વાગે મહાભિષેક પછી ભગવાનને ગર્ભગૃહમાં ફૂલોની હોળી રમાડવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનુ ચૂસ્ત રીતે પાલન કરવામાં આવશે. ભક્તો દિવસ દરમિયાન ભગવાનના વિશેષ દર્શન કરવા આવી શકશે. સમગ્ર ઉત્સવ ઇસ્કોન અમદાવાદના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.