ETV Bharat / state

અમદાવાદના 5 નવા બ્રિજના નામમાં બે બ્રિજના નામ ભાજપના દિવંગત નેતાઓના નામ સાથે સંકળાયા - ઈટીવી ભારત અમદાવાદ

ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. આ શહેરની વસ્તી 70 લાખ કરતા વધુ છે. ભારતના મેગાસિટીમાં અમદાવાદનો સમાવેશ થાય છે. શહેરના વ્યવસ્થાપન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ રહ્યું છે.

અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
author img

By

Published : Aug 14, 2020, 8:18 PM IST

Updated : Aug 14, 2020, 8:40 PM IST

અમદાવાદઃ થોડા સમય પહેલાં જ અમદાવાદ આસપાસના વિસ્તારની નગરપાલિકાઓનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદની ક્ષિતિજો તો વિકસી જ રહી છે, પરંતુ તેની વસ્તીમાં પણ વધારો થઇ રહ્યો છે. પરિણામે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓની વાત કરીએ તો, આશ્રમ રોડ, બાપુનગર, એસ.જી. હાઈવે, સી.જી. રોડ અને હાટકેશ્વર ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય છે. જેને કારણે અવ્યવસ્થા સર્જાય છે. પરિણામે આ માર્ગોના મોટા ચાર રસ્તા ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. જેથી નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકે.

અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું

અમદાવાદ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ગત બે વર્ષમાં પાંચ મોટા ફ્લાયઓવર બન્યા છે. જેમાં ઈન્કમટેક્સ, બાપુનગર, અંજલી ચાર રસ્તા, રાણીપ અને હાટકેશ્વરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ઓવરબ્રીજ બની ગયા છે અને તેની પર વાહન વ્યવહાર પણ ચાલુ થઇ ગયો છે. તેનું ઉદ્ઘાટન વર્તમાન ગૃહ પ્રધાન અમીત શાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજનું લોકાર્પણ થયું હોવા છતાં તેનું નામકરણ કરવાનું બાકી હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મુખ્ય પ્રધાનનું માર્ગદર્શન મેળવીને આ પાંચ બ્રીજના નામ નક્કી કર્યા છે.

અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું

અંજલી ચાર રસ્તા પરના ઓવરબ્રિજને ભાજપના દિવંગત કદાવર નેતા સુષ્મા સ્વરાજ ઓવરબ્રિજનું નામ આપવામાં આવ્યુ છે. જ્યારે ઈન્કમટેક્સ પરના ઓવરબ્રિજને સ્વર્ગસ્થ અરુણ જેટલી ફ્લાયઓવર નામ આપવામાં આવ્યું છે. વર્ષોથી અમદાવાદના રાણીપ વિસ્તારના નાગરિકો રેલવે ફાટકના કારણે અવર-જવારમાં અગવડતા અનુભવતા હતા. ચોમાસામાં અહીં ખૂબ ટ્રાફિક જામ થતો. ત્યારે તેમની માગણીને ધ્યાનમાં રાખીને રાણીપ રેલવે ઓવરબ્રિજ બનાવાયો હતો. જેનું લોકાર્પણ 2018માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા થયું હતું. આ રેલવે ઓવરબ્રિજને 'આત્મનિર્ભર ગુજરાત' નામ આપવામાં આવ્યું છે. બાપુનગર પાસે આવેલી દિનેશ ચેમ્બર જનક્ષણના ઓવરબ્રિજને મહારાણા પ્રતાપ ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. જ્યારે હાટકેશ્વર ઓવરબ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું
સામાન્ય રીતે જ્યારે કોઈ પબ્લિક પ્રોપર્ટીનું લોકાર્પણ કરવામાં આવે અને તેના નામકરણ કરવાની વાત હોય, ત્યારે જે તે સ્થળના ઇતિહાસ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તેનું નામકરણ કરવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય અને કેન્દ્રમાં સરકારે બધે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેથી તેમને પાંચમાંથી બે બ્રિજનું નામ પોતાના દિવંગત નેતાઓના નામ પર રાખ્યું છે. જ્યારે અન્ય બે બ્રિજનું નામ ભારતના ઐતિહાસિક શાસકો પર રાખ્યું છે.
અમદાવાદના પાંચ નવા બ્રિજના નામમાં બે બ્રિજનું નામ ભાજપના દિવંગત નેતાઓના સાથે સંકળાયું

આ નામકારણમાં સ્થાનીયતાની પ્રધાનતાનો મુદ્દો ઊડાવી દેવામાં આવ્યો છે. જેમ કે ઇન્કમટેક્સ ઓવરબ્રિજની વાત કરવામાં આવે તો સૌથી વધુ વ્યસ્ત એવા આશ્રમ રોડ પર આ બ્રિજ આવેલો છે. જેની એક તરફ ગાંધી બ્રિજ આવેલો છે તો બીજી તરફ સીજી રોડ જેવું માર્કેટ આવેલું છે. બ્રિજની બંને તરફ લગભગ બે કિલોમીટરના અંતરે એક તરફ કોચરબ આશ્રમ એક તરફ ગાંધી આશ્રમ આવેલો છે. ત્યારે બ્રિજના છેડે જ 1930માં ગાંધીજી દ્વારા સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે. બ્રિજના નામકરણમાં મહાત્મા ગાંધીજીના નામનો છેદ ઉડાવી પાર્ટીએ પોતાના દિવંગત નેતાઓનું નામ બ્રિજને આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે પણ પાર્ટી સત્તામાં હોય તેના નેતાઓને લોકો યાદ રાખે અને પાર્ટીનું નામ સતત લોકજીભે ચડયું રહે તે માટે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારથી આ પ્રકારના પબ્લિક પ્રોપર્ટી નામ અપાતા રહ્યા છે. તેનો વધુ એક ચીલો ચિતરવાનું ભારતીય જનતા પાર્ટીએ ચાલુ રાખ્યું છે.

કેમેરામેન મુકેશ ડોડિયા સાથે આશિષ પંચાલ, ઈટીવી ભારત અમદાવાદ

Last Updated : Aug 14, 2020, 8:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.