અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોનસુનના અનેક પ્લાન કરવામાં આવે છે, પરંતુ વરસાદ આવે ત્યારે રસ્તા સાથે AMCનો પ્રિમોનસુન પ્લાનને પણ ધોઇ નાખે છે. શહેરનાં અનેક રસ્તાઓમાં ભુવા પડવા લાગે, તો નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. તેમ છતા પણ તંત્રની આંખ ખુલતી નથી.
શહેરના રન્નાપાર્ક વિસ્તારમાં વરસાદને લઇને જમીન પોચી પડી ગઈ હતી, જેના પર સ્કૂલ બસ પસાર થતાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, જયારે અમદાવાદના અનેક રસ્તાઓના કોર્પોરેશન દ્વારા વિકાસના નામે ખોદી નાખ્યા છે. તો હજી તો ચોમાસુ શરૂ થયુ જ છે, પરંતુ જ્યારે મુશળધાર વરસાદ પડશે ત્યારે અમદાવાદનુ શું થશે તેવી ચિંતા અમદાવાદીઓ કરી રહ્યા છે.