અમદાવાદ: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અને બિયું પરમિશન (Fire Safety Act)અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ગાંધીનગર, વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યની મહાનગરપાલિકા અને પાલિકાઓમાં ફાયર સેફ્ટી ઉપરાંત બિલ્ડીંગ પરમિશન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી.
અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થવું પડે - હાઈકોર્ટે ફાયર સેફટી વિનાની સરકારી શાળા (Fire NOC in Government School )અને કોલેજ અંગેની વિગતો આવતી સુનાવણીએ રજૂ કરવા માટે રાજ્ય સરકારને(Fire Safety Act and BU Permission) કહ્યું છે. ઉપરાંત, જો ફાયર અને બીયુ પરમિશનની અમલવારી ન કરતા એકમો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે પણ કોર્ટે કહેવામાં આવ્યું. કોર્ટે પોતાના અવલોકન દરમિયાન કહ્યું કે, અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થવું પડે તે બિલકુલ ચલાવી લેવાશે નહિ.
પરવાનગી વિના જ બિલ્ડિંગનો ઉપયોગ કેમ થાય - આની સાથે ગાંધીનગર મહાનગર પાલિકાએ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીનું પ્રાવધાન ન હોવાની રજુઆત કરી હતી. જેને લઇ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં પરંતુ કાયદાના પાલન માટે મહાનગરપાલિકાએ પાઠવેલ નોટિસ અંગે જવાબ ન આપવાના વલણ સામે પણ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે એ પણ સવાલ પૂછ્યો કે પરવાનગી વિના જ બિલ્ડિંગનો ઉપયોગ શરૂ કરી દે તેવા કિસ્સામાં કોર્પોરેશન શું કરે છે.
આ પણ વાંચોઃ Fire Safety Act : રાજ્ય સરકારે ફાયર NOC અંગે HCમાં રજૂ કર્યો જવાબ
ફાયર સેફટીનો અભાવે કોર્ટે ચિંતા વ્યક્ત કરી - આ દરમિયાન કોર્ટે કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓ હોસ્પિટલો અને કોલેજોમાં ફાયર સેફટીનો અભાવ હોવાની બાબતને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે એડવોકેટ જનરલને પૂછ્યુ કે, સરકારી શાળામાં ફાયર NOCને લઈને શાં માટે નીતિ વિષયક નિર્ણય નથી લેતી સરકાર એવા શબ્દોમાં કોર્ટે પૂછ્યું હતું.
ફાયર સેફટીની અમલવારી ચુસ્તપણે થવી જોઈએ - આ સમગ્ર મામલે કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યની તમામ સરકારી શાળા કોલેજ અને હોસ્પિટલની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. રાજ્યમાં કુલ કેટલી સરકારી શાળા કોલેજ કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની અમલવારી થઈ છે અને કેટલામાં બાકી છે તે તમામ વિગતો રજૂ કરે. નહિ તો તેની સામે લીગલ એક્શન લેવામાં આવશે. તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે સરકારી ઈમારતોમાં ફાયર સેફટીની અમલવારી ચુસ્તપણે થવી જ જોઈએ તેવું કોર્ટેનું અવલોકન કર્યું છે.
આ પણ વાંચોઃ JMC: BU સર્ટીફિકેટને લઈને હાઇકોર્ટના આદેશ બાદ યોગ્ય નિર્ણય માંટે કોર્પોરેટરોએ કરી માંગ