રાજ્યમાં આગની ઘટનાએ જાણે જોર પકડ્યું હોય તેમ મંગળવારના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારની સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.
મળતી માહિતી અનુસાર વીજળીના મિટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.