અમદાવાદ અમદાવાદના નારણપુરામાં આવેલ મોદી આઈકેર સેન્ટરમાં આગના (Fire in Modi Care Hospital )કારણેે બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલમાં ગાર્ડ તરીકે કામ કરતા નરેશ પારગી અને તેમના પત્ની હંસાબહેનનું મૃત્યુ (Two Death in Fire Incident in Ahmedabad)નીપજ્યું છે. ઘટના મોડી રાત્રે હોવાનું ખુલ્યું છે. અમદાવાદમાં નારણપુરામાં આવેલી એક હોસ્પિટલમાં લાગેલી આગના કારણે એક દંપતિનું ગૂંગળામણના લીધે મોત થયું છે. ચોકીદાર અને તેની પત્ની સુઈ ગયા હતાં ત્યારે આગ લાગી અને ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયા. હોસ્પિટલમાં રાતના સમયે સંચાલકો સીસીટીવી બંધ કરી દેતા હતાં.
આ પણ વાંચો સુરતમાં સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે યુધ્ધના ધોરણે કરી કામગીરી
ગૂંગળાઈ જવાથી સીડીમાં ફસાઈ ગયાં હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ગાર્ડ અને તેની પત્ની માત્ર હાજર હતાં અને ઠંડી હોવાના કારણે બંને ઉપર સુઈ ગયા હતાં. આગ લાગતા (Fire in Modi Care Hospital )તેઓએ દોડધામ કરી પણ ગૂંગળાઈ જવાથી સીડીમાં ફસાઈ (Two Death in Fire Incident in Ahmedabad)ગયાં. આ મામલે ખુદ ડોકટરે જણાવ્યું હતું કે તેઓ સીસીટીવી બંધ રાખતા હતાં.
આ પણ વાંચો શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત છના મોત
અકસ્માત મોતનો ગુનો નોંધાયો આ મામલે (Fire in Modi Care Hospital )રહસ્યમય સવાલોને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જોકે હાલ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે.. બીજીતરફ મૃતદેહોનું (Two Death in Fire Incident in Ahmedabad)પીએમ અને એફ.એસ.એલ ની તપાસ શરૂ કરાઇ છે. ત્યારે સીસીટીવી બંધ હોવાથી માંડી અનેક ભૂલો પર પોલીસ તપાસ કરશે. હોસ્પિટલ માત્ર દિવસે જ કાર્યરત રહે છે અને રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર સિક્યુરિટી ગાર્ડ તરીકે નરેશ પારગી અને તેમના પત્ની જ અહીંયા રહેતા હતાં. ત્યારે પોલીસે FSLની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.