દેશના અલગ અલગ રાજ્યોમાં ઈન્કમ ટેક્સ-અનુસુચિત જાતિ અને આદિજાતિના કર્મચારીઓને અનામતનું બેકલોગ, રોસ્ટરની જાળવણી થતી નથી, જેથી પ્રમોશન આવતું નથી. અનામતને લગતા ઘણા બધા કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેને લઈને બેઠક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અનુસુચિત જાતિ અને આદિજાતિ સમુદાયના કર્મચારીઓને જનરલ કેટગરીમાં નહિ પરતું તેમના સંબંધી ક્વોટામાં જ પ્રમોશન આપવામાં આવતા હોવાના આક્ષેપ સાથે બે અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે SC/ST સમુદાયના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ચંદિગઢ હાઈકોર્ટ દ્વારા તેમની વિરૂદ્ધ ચુકાદો આપવામાં આવ્યો હતો. બંને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. જેને મર્જ કરીને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં 28મી જાન્યુઆરીના રોજ અંતિમ સુનાવણીની શક્યતા છે.
આ મુદે વાતચીત કરતા SC/ST વેલ્ફેર ફેડરેશનના મહા સચિવ બાબા સાહેબ ભોંસલે જણાવ્યું હતું કે, 28મી જાન્યુઆરીના જસ્ટીસ બોબડેની અધ્યક્ષતામાં આ કેસની અંતિમ સુનાવણીની શક્યતા છે. ત્યારે સમુદાયના લોકો અમદાવાદમાં યોજાયેલી કાર્યકારણની બેઠકમાં ચર્ચા-વિતારણા કરી હતી. અમારા મુદાઓ પર ચર્ચા કરીને સુપ્રિમ કોર્ટમાં રજુ કરશે.