- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 પ્રક્ષેકો બેસી શકશે
- 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું મોટુ ક્રિકેટ ગાઉન્ડ
- પ્રિકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ
અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કુલ 2,38,714 સ્કેવર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં નિર્માણ પામેલું છે, જે ઓલમ્પિક કક્ષાના 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલું થાય છે. કુલ 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 મેટ્રિક ટન રેઇનફોર્સમેન્ટના ઉપયોગ વડે નિર્માણ પામ્યુ છે. 65 હાથીઓના વજન (260 ટન) જેટલું વજન ધરાવતી પ્રિકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલું છે.
વિશેષતાઓ
- આ વિશ્વનું એકમાત્ર સ્ટેડિયમ છે, જ્યાં મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ માટે એક જ પ્રકારની જમીની સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- આ વિરાટ સ્ટેડિયમમાં કુલ 11 પીચ આવેલી છે.
- અહીં સ્ટેટ ઓફ ધ આર્ટ સબ સોઇલ ડ્રેનેજ થકી માત્ર 30 મિનીટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે, જેથી વરસાદના કારણે મેચ રદ્દ થતી અટકાવી શકાય છે.
- સ્ટેડિયમમાં પરંપરાગત હાઇમાસ્ટ ફ્લડલાઇટ્સની જગ્યાએ એનર્જી એફિસીયેન્ટ LED લાઇટના ઉપયોગથી 45થી 50 ટકા વીજ વપરાશ ઘટશે.
- વિશ્વમાં એકમાત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 4 ડ્રેસિંગ રૂમ અને અત્યાધુનિક મશીનરીથી સજ્જ 2 જીમ્નેશિયમ ધરાવે છે, જેથી એક જ દિવસે એકથી વધુ ક્રિકેટ મેચનું આયોજન શક્ય બનશે.
વિશ્વના 10 સૌથી મોટા સ્ટેડિયમ | |||||
---|---|---|---|---|---|
ક્રમ | સ્ટેડિયમનું નામ | સ્થળ | બેઠક ક્ષમતા | નિર્માણ વર્ષ | દેશ |
1 | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ | અમદાવાદ (ગુજરાત) | 1,10,000 | વર્ષ 1882, 24 ફેબ્રુઆરી, 2020 (પુન:નિર્માણ) | ભારત |
2 | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ | મેલબોર્ન | 1,00,024 | વર્ષ 1853 | ઓસ્ટ્રેલિયા |
3 | ઇડન ગાર્ડન | કલકત્તા (પશ્ચિમ બંગાળ) | 66,349 | વર્ષ 1864 | ભારત |
4 | શહીદ વીર નારાયણસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ | રાયપુર (છત્તીસગઢ) | 65,000 | વર્ષ 2008 | ભારત |
5 | રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ | હૈદરાબાદ (તેલંગાણા) | 60,000 | વર્ષ 2003 | ભારત |
પર્થ સ્ટેડિયમ | પર્થ | 60,000 | વર્ષ 1899 | ઓસ્ટ્રેલિયા | |
6 | ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ | ત્રિવેન્દ્રમ (કેરળ) | 55,000 | વર્ષ 2014 | ભારત |
7 | જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ | કોચી (કેરળ) | 55,000 | વર્ષ 1996 | ભારત |
ડી.વાય. પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ | નવી મુંબઈ (મહારાષ્ટ્ર) | 55,000 | વર્ષ 2008 | ભારત | |
8 | એડિલેડ અંડાકાર | એડિલેડ | 53,583 | વર્ષ 1871 | ઓસ્ટ્રેલિયા |
9 | ઉકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ | લખનઉ (ઉત્તરપ્રદેશ) | 50,000 | વર્ષ 2017 | ભારત |
એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ | ચેન્નાઈ (તામિલનાડુ) | 50,000 | વર્ષ 1916 (2nd oldest stadium of India) | ભારત | |
જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ | રાંચી (ઝારખંડ) | 50,000 | વર્ષ 2011 | ભારત | |
ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ | ત્રિવેન્દ્રમ | 50,000 | વર્ષ 2015 | ભારત | |
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઉકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનઉ (ઉત્તરપ્રદેશ) | 50,000 | વર્ષ 2019 | ભારત | |
10 | ડોકલેન્ડ સ્ટેડિયમ / માર્વેલ સ્ટેડિયમ | મેલબોર્ન | 48,003 | વર્ષ 2000 | ઓસ્ટ્રેલિયા |
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ | સિડની | 48,000 | વર્ષ 1988 | ઓસ્ટ્રેલિયા |