અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
અમદાવાદ-સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મુસ્લીમ દર્દીઓના રોજા... અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે. તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી. આથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનારા બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે. તથા સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.
અમદાવાદ-સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મુસ્લીમ દર્દીઓના રોજા... શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે અને તેમના કહ્યા મુજબ 'કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરી રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.'ઈકબાલ હુસૈન 5 વાર નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. દરિયાપુરના આરીફ ખાને પણ જણાવ્યું હતું કે આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ અપીલ છે. તે વહાલસોયા સંતાનો અને પત્નીથી દુર અહીં દાખલ થયા છે. 'સિવિલ હોસ્પિટલ દ્વારા તેમના રોજાનો સમય સચવાશે એવું તેમને વિચાર્યું ન હતું પરંતુ અહીં તેમની પૂરતી શુશ્રુષા થઈ રહી છે.'સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે...