અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે મિસ, મિસ્ટર, મિસિસ આઇકોનીક પર્સનાલિટી માટેનો ફેશન શૉ યોજાયો હતો.આ શૉ માં મુખ્ય મહેમાન તરીકે અંજલિ રૂપાણી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત ગુજરાતી અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયા તેમના પત્ની મોના થીબા સાથે ઉપસ્થિત રહ્યાં હતા. આ શૉમાં અલગ અલગ રાજ્યોના 32 લોકોએ ભાગ લીધો હતો.
તમામ લોકોએ વિવિધ પોશાક પર રેમ્પ વૉક પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંજલિ રૂપાણી દ્વારા 5 નારી શક્તિ એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. જેમાં 5 મહિલા કે જેઓ વિધવા મહિલા માટે કાર્ય કરે છે. ગીતાના પ્રચારક, પશુ-પક્ષીઓના જતન માટે કાર્ય કરે છે. તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.