ETV Bharat / state

રોહિકા ગામના ખેડૂતો સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર - નર્મદા માઇનર કેનાલ

બાવળા તાલુકાના રોહિકા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે અર્થે 2002ના વર્ષમાં નર્મદા વિભાગ દ્વારા નર્મદા માઇનર કેનાલ બનાવવામાં આવી હતી. જેને 18 વર્ષ વીત્યા છતાં આજદિન સુધી આ માઇનોર કેનાલમાં સિંચાઇનું પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે ખેડૂતોએ સ્થાનિક સ્વરાજ્યની આવી રહેલ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો.

રોહિકા ગામના ખેડૂતો સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

author img

By

Published : Feb 4, 2021, 1:56 PM IST

  • 2002માં બનેલ નર્મદા માઇનર કેનાલ આજે પણ પાણી વિના તરસી અને બિસ્માર હાલત
  • સમગ્ર કેનાલમાં બાવળોના ઝૂંડ માં નીલગાય અને ભૂંડ ના થયા રહેઠાણ
  • "કેનાલમાં સિંચાઇનું પાણી નહીં તો વોટ નહીં" ના લાગ્યા ગામના પ્રવેશદ્વારે બેનર

અમદાવાદ: રોહિકા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે અર્થે 2002ના વર્ષમાં નર્મદા વિભાગ દ્વારા નર્મદા માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી. જેને 18 વર્ષ વીત્યા છતાં અનેક પ્રકારની લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં આજદિન સુધી આ માઇનોર કેનાલમાં સિંચાઇનું પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

" ખેડૂતોને સિંચાઈના પાણી નહીં તો વોટ નહીં"

ગામના ખેડૂતો તેમજ ગામના સરપંચ દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરી ચૂક્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નહોંતા. જેથી સમગ્ર બાબત અંગે ખેડૂતો કહે છે કે, 'આ અંગે ધોળકા મતવિસ્તારના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હોવા છતાં પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. માટે સમસ્ત ખેડૂતો અને રહીશો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે'

રોહિકા ગામના ખેડૂતો સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

સમગ્ર ગામ દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કરાયો બહિષ્કાર

આમ ગામના ખેડૂતો કહે છે કે, 'જો અમને સિંચાઈનું પાણી મળ્યું હોત તો આજે રોહિકા ગામની 4000 વીઘા જમીનમાં પાક લઈ શક્યા હોત અને ખેડૂતોની આવક વધી શકી હોત સિંચાઈના પાણી વિના આજે અમે રવી પાક ઘઉં અને ચણા જેવા પાક પણ લઈ શકતા નથી. ત્યારે રાજ્ય સરકાર અમારા પ્રશ્નોનો તાકીદે ઉકેલ નહીં લાવે તો અમે કોઈ પણ પક્ષને અમારો મત આપીશું નહીં તેમજ મતદાનથી અળગા રહીશું એવો દ્રઢ સંકલ્પ કર્યો છે. જો મતદાન પૂર્વે અમારી કેનાલમાં પાણી આવશે તો જ અમે મતદાન કરીશું નહીં તો અમારા ગામની મતદાન પેટીમાં એક પણ મત નાખીશું નહીં'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.