અમદાવાદઃ પત્રકાર બનીને પૈસા ખંખેરતા એક વ્યક્તિએ રૌફ જમાવ્યો હતો. જેની સામે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક સ્કૂલે ફરિયાદ નોંધાવી હતી. જોકે, હકીકત એવી પણ હતી કે, પત્રકાર બનીને તોડબાજી કરતા આરોપીનો પુત્ર પણ એ જ સ્કૂલમાં ફી વગર અભ્યાસ કરી રહ્યો હતો. ખોટી રીતે વાલીઓને બોલાવીને વિરોધ પ્રદર્શન કરાવતો હતો.
બોપલ પોલીસ મથકે આશિષ કંજારીયા સામે ગુનો નોંધાયો હતો, જેમાં સ્કૂલના ટ્રસ્ટીને ડરાવી ધમકાવી ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનામાં આશિષ કંજારીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રીમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરાઈ છે.--- એ.પી ચૌધરી (PI, બોપલ પોલીસ સ્ટેશન )
પાંચ ફરિયાદ ફાઈલઃ આશિષ કંજારિયા સામે આ પહેલા પણ બોપલની શ્રીરામ વિદ્યાલયને બદનામ કરવાની ધમકી આપવા બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે તપાસ કરવા સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી તપાસ શરૂ કરી છે. સ્કૂલ સંચાલકોની સામે મોરચો માંડનાર આશિષને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ
બંધ કરાવી દેવાની ધમકીઃ સ્કૂલની બહાર વાલીઓને બોલાવી, વિરોધ પ્રદર્શન કરવું અને સ્કૂલ બંધ કરાવી દેવાની ધમી ઉચ્ચરી પૈસા ખંખેરવાનો ખેલ છે એવા આક્ષેપ એની સામે થયા હતા. જ્યારે આ કેસમાં બોપલ પોલીસે આકરી ઢબે પૂછપરછ કરી ત્યાર મોટા ખુલાસા સામે આવ્યા હતા. જેના પર પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાંથી સામે આવ્યું કે આશિષ પોતાનો પુત્ર છેલ્લા 8 વર્ષથી ફી ભર્યા વગર ભણાવતો હતો. શિવ આશિષ સ્કૂલના સંચાલકો પાસેથી 2.78 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આટલી રકમ માંગીઃ પોલીસને મળી આવેલી માહિતીના આધારે પૂરતા પુરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ શ્રીરામ વિદ્યાલયના ટ્રસ્ટીએ પાસેથી પણ આશિષ કંજારીયા એ પોતે પત્રકાર હોવાનું કહી અને ટૉચર બંધ કરવાનું કહીને વાર્ષિક 50 હજારની માંગણી કરી હતી. માટે આગામી સમયમાં આશિષ વિરુદ્ધ વધુ ગુના દાખલ થઈ શકે છે. તારીખ 28 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એની ધરપકડ કરી હતી. જે યુટ્યુબ પર પોલખોલ ટીવી નામની ચેનલ ચલાવી પોતાની જાતને પત્રકાર ગણાવતો.