અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે વ્યક્તિને અદાલતની અવમાનના બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.આ સાથે જ તેમને એક લાખ રૂપિયા નો દંડ અને આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાની સજા ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે બંને દોષિતોને સાંજે 5:00 વાગ્યા સુધી કોર્ટમાં ઊભા રહેવાની સજા ફટકારવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો આ કેસ 2020 નો છે. વિજય શાહે આગોતરા જામીન માટે થઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ સમગ્ર કેસ હાલના સુપ્રીમ કોર્ટના જજ બેલા ત્રિવેદી પાસે ચાલતો હતો. જસ્ટિસ બેલા ત્રિવેદી આ જામીન અરજી પર સુનાવણી કરવાના હોવાથી વિજય સાહેબ એક અન્ય વ્યક્તિ પાસે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ હોવાનું દાવો આપતો ફોન કરાવ્યો હતો. અને વિજય શાહની આગોતરા જામીન નામંજુર કરવા કહ્યું હતું.
વિજય શાહે કોર્ટમાં દલીલ કરી હતી : વિજય શાહ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનું નામ લેવાનું કારણ માત્ર એટલું જ હતું કે, જામીન અરજીની સુનાવણી દરમિયાન વિજય શાહે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, કોંગ્રેસના ધારાસભ્ય તેમની ધરપકડ કરવા માંગે છે. તેથી જો ધારાસભ્યના નામ પર જો ફોન કરવામાં આવશે અને એ જજને એવું કહેશે કે, આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે તો કોર્ટમાં કરેલી તેમની દલીલને ધ્યાનમાં રાખીને જસ્ટિસ તેમને જામીન આપશે. જોકે આ સમગ્ર મામલે તપાસ દરમિયાન પાછળથી બહાર આવ્યું હતું કે વિજય શાહ અને ફોન કરનાર વ્યક્તિ અલ્પેશ પટેલ દ્વારા આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. જેથી બંને વ્યક્તિઓના આ કૃત્ય બદલ તેમની સામે સુઓમોટો દાખલ કરવામાં આવી હતી.
કોર્ટ માત્ર બિનશરતી માફીના આધારે આરોપીઓને મુક્ત કરી શકે નહીં : આ સુઓમોટોની અરજી દરમિયાન આજે સુનાવણી ચાલતા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીએ તેમને કોર્ટના તિરસ્કાર માટે દોષિત ઠેરવ્યા હતા આ સમગ્ર મામલે હાઇકોર્ટે પોતાનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ન્યાયતંત્ર પર લોકોની સ્વતંત્રતા જાળવવા માટે કોર્ટ માત્ર બિનશરતી માફીના આધારે આરોપીઓને મુક્ત કરી શકે નહીં. આ લોકોની અમે માફી સ્વીકારવાનો અને તેને ધ્યાનમાં લેવાનો અમે ઇનકાર કરીએ છીએ. આ લોકો દ્વારા કોર્ટની અવમાનના કરવામાં આવી છે. આ સાથે જ ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીએ એક લાખનો દંડ અને કોર્ટમાં સમગ્ર સમય દરમિયાન ઊભા રહેવાની સજા આપી હતી.
આ પણ વાંચો : Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી
કોણ છે જસ્ટિસ બેલા ત્રિવેદી? : જસ્ટિસ બેલા ત્રિવેદી ગુજરાત સરકારના કાયદા સચિવ રહી ચૂક્યા છે. 2011માં તેઓ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. થોડા મહિનાઓ પછી તેમની રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી. 2013માં જસ્ટિસ બેલા ત્રિવેદી રાજસ્થાન હાઈકોર્ટના કાયમી જજ બન્યા. વર્ષ 2016 માં, તેણીને ગુજરાત હાઇકોર્ટમાં પરત મોકલવામાં આવી, જ્યાં તેણી આગામી 5 વર્ષ એટલે કે 2021 સુધી નોકરી કરતી રહી. આ પછી સુપ્રીમ કોર્ટમાં જજની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો : New chief justice of Gujarat : ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એ જે દેસાઈની નિમણૂક