ETV Bharat / state

EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે વિવાદનો મામલો બહાર આવ્યો છે. ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ભાડે આપવા મુદ્દે વર્ષ પહેલાના મુદ્દે કાર્યવાહી ન થતી હોવાનો પત્ર અમદાવાદ કમિશનરને પાઠવાયો છે. જે એએમસી હાઉસિંગ કમિટીના ચેરમેન દ્વારા લખાયો છે.

EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ
EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ
author img

By

Published : Mar 21, 2023, 5:04 PM IST

એએમસી હાઉસિંગ કમિટીના ચેરમેનની ફરિયાદ

અમદાવાદ : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ યોજના મધ્યમવર્ગીય પરિવારોને પોસાતા ભાવે ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. ત્યારે અમદાવાદમાં આ આવાસ યોજનાના ફ્લેટ માલિકો દ્વારા અન્યોને ભાડે આપવામાં આવતાં હોવાનો મુદ્દો ગત વર્ષે ગાજ્યો હતો. જેની તપાસમાં અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મનમાની થઇ રહી હોવાની ફરિયાદ સાથે અમદાવાદ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. એએમસી હાઉસિંગ કમિટી ચેરમેન અશ્વિન પેથાણીએ આવો પત્ર લખ્યો છે.

એએમસી હાઉસિંગ કમિટીના ચેરમેનની ફરિયાદ
કમિશનરને લખાયેલો પત્ર

કાર્યવાહીની સૂચના હતી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ કામમાં આળસ દાખવતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટી દ્વારા EWS અને LIG આવાસમાં ફાળવેલ મકાનો ભાડે આપેલ હોય તેમને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં એક વર્ષ બાદ પણ તે કાર્યવાહી ન કરતા હાઉસિંગ કમિટીના ચેરમેન દ્વારા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

પત્ર લખવાની ફરજ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મધ્યમવર્ગીય પરિવારને પોતાનું ઘરનું ઘર મળે તે માટે EWS અને LIG પ્રકારના આવાસો આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જે આ મકાનનો લાભ લઈને પોતે તે જ મકાન ભાડે આપવામાં આવતા હોય છે. જેના કારણે જરૂરિયાતમંદ લોકોને આ મકાન મળતા નથી. જેને લઈને હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણી દ્વારા કમિશનરને પત્ર લખવાની ફરજ ઊભી થઈ હતી.

પત્રમાં શું લખ્યું : હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષની અંદર આવાસમાં રહેતા 779 જેટલા ભાડે રહેતા લોકોને નોટિસ આપવામાં આવી હતી. જેના બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કયા પ્રકારના પગલા લીધાં તેની વાત મેં એસ્ટેટ વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. જેના પગલે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો Municipal Corporation Rajkot : રાજકોટ મનપા દ્વારા રુપિયા 3 હજારમાં ઘર ભાડે અપાશે

જરુરતમંદોને અપાય મકાન : વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા પ્રધાન મંત્રી યોજના હેઠળ ઘરનું ઘર આપવાની યોજના છે. જેમાં જે લોકોએ આ યોજના હેઠળ મકાન પ્રાપ્ત મેળવી તે જ મકાન ભાડે આપવામાં આવેલ છે. તેવા લોકો પાસેથી તે મકાન પરત લઈને જરૂરી લોકોને મકાન મળે તેવી માંગ પણ કરી છે. પત્રમાં હાઉસિંગ કંપનીના ચેરમેન અશ્વિન પેથાણી પોતાના પત્રમાં લખ્યું હતું કે EWS આવાસ યોજના કમિટી દ્વારા અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા આવાસ તથા LIG પ્રકારના આવાસમાં ફાળવેલા મકાનોમાંના લાભાર્થી દ્વારા ભાડે આપી દેવામાં આવે છે.

નોટિસ બાદની કાર્યવાહી નથી : આ અંગે કમિટીમાં અનેકવાર રજૂઆત કરવા પછી કોર્પોરેશનના હાઉસિંગ સેલ અને એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ માત્ર નોટિસ ફટકારી પ્રક્રિયા કર્યા બાદ તેના પર કોઈપણ પ્રકારનો અમલ કરવામાં આવતો નથી. જેને પગલે યોગ્ય કાર્યવાહી નહીં થતી હોવાનું જણાવ્યું હતું.

એસ્ટેટ વિભાગની મનમાની : વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લે ઘણી વખત આ કમિટીમાં અમારા સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પગલાં શા માટે લેવામાં આવતા નથી. તે પ્રશ્નો પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યા હતા. યોગ્ય જવાબ ન મળતા આપને આ પત્ર લખવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ પત્ર દ્વારા અમારી કમિટીની માંગ છે કે પડતર પડેલા પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવામાં આવે અને આવાસ યોજનામાં ભાડે આપેલા મકાનો કે જેમાં નોટિસ અપાયેલ હોય તેવાને સત્વરે ન્યાયિક રીતે અમલ કરવામાં આવે તેવી કમિટીની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.