અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં તફાવત સામે આવ્યું છે. જેમાં ICMRએ MBBS કક્ષાના ડોક્ટરને કોવિડ-19 ટેસ્ટ માટેની સતા આપવાની છે. જ્યારે રાજ્ય સરકારે ગુજરાતમાં MDને કોવિડ19 માટે ટેસ્ટ લખવાની સતા આપી છે.
ગુજરાત હાઇકોર્ટ અગાઉના આદેશમાં ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટે પરવાનગી આપી હતી. હાલ ગુજરાતમાં 19 ખાનગી લેબોરેટરી ટેસ્ટ કરી રહી છે. રાજ્ય સરકાર પાસે હાલ કોઈ પણ ખાનગી લેબની પરવાનગી માગતી અરજી પેન્ડિંગ નથી. કોરોના ટેસ્ટ મુદ્દે કેટલાક રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે તે જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યા છે.