- દેશભરના 25,000 બેંકકર્મીઓ ઉતર્યા હડતાલ પર
- 10,000 કરોડના વ્યવહાર ઠપ્પ થયા
- બેંક કમર્ચારીઓએ સીધી ભરતી કરવાની કરી માંગણી
અમદાવાદ: ગુજરાતના 25,000 સહીત સમગ્ર દેશના રાષ્ટ્રીયકૃત બેંકના કમર્ચારીઓ 1 દિવસની હડતાળ પર ઉતર્યા છે. ખાનગીકરણ, બેંકના મર્જર ,આઉટસોર્સિંગ સહિતની સરકારની અનેક નીતિઓના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. બેંક કમર્ચારીઓએ સીધી ભરતી કરવાની માંગણી કરી છે. બેંક મર્જ થવાના કારણે અનેક બ્રાંચ બંધ થતા લોકોની નોકરી પણ જોખમમાં મુકાઇ છે.
સરકાર શું લેશે પગલાં
એક દિવસની હડતાળના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય, નાણાંકીય વ્યવહાર પણ ઠપ થાય તો આ તમામ બાબતની સરકાર નોધ લેશે અને કોઈ પગલું કે નિર્ણય લેવાય છે કે, કેમ તે જોવાનું રહ્યું.