ભગા બારડના વકીલે હાઇકોર્ટમાં દલીલ કરી કે, આગામી 28મી માર્ચ સુધીમાં પેટા-ચૂંટણી પર સ્ટે આપવામાં નહીંઆવે તો મુશ્કેલી ભરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે 28મી માર્ચે તાલાલા બેઠકની પેટા-ચૂંટણીના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. સામાન્ય રીતે કોઈ ધારાસભ્યને ગેરલાયક માનવામાં આવેત્યારે 8 સપ્તાહ સુધીમાંઅપિલ કરવાની જોગવાઈ હોય છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા એ સમયે ભગા બારડની સજા પર સ્ટે હોવા છતાં પેટા-ચૂંટણી વહેલી જાહેર કરી દીધી.
બારડના વકીલે વધુમાં કહ્યું કે, અગાઉ ઘણા એવા નેતા છે કેજેમને સજા થઈ ચૂકી છે,પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. ભગા બારડને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, તો ભાજપાના ઘણા એવા નેતા છે કે તેમને કોર્ટ સજા ફટકારી છે. તેમને કેમ સસ્પેન્ડ ન કરાયા હોવાનો પશ્નકર્યોહતો. અમરેલી ભાજપના સાંસદ નારાયણ કાચડિયાને પણ 3 વર્ષની સજા થઈ હતી અને હજી સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.
હાઇકોર્ટે આ મામલે મહત્વનો અવલોકન કરતા કહ્યું કે, કોઈ નેતાને કોર્ટ સજા આપે અને સ્પીકર તેને સસ્પેન્ડ કરે એમ બન્નેપ્રક્રિયા એક બીજાથી તદ્દન જુદી છે. જ્યારે કોર્ટ સજા ફટકારે ત્યારથી જ પદ ધરાવતી વ્યક્તિ સસ્પેન્ડ થવાને પાત્ર છે. જો સ્પીકર કોર્ટના ચુકાદા મુજબ સસ્પેન્ડ કરે તો કાયદાકીય પ્રક્રિયા બને છે. આ મામલે વધુ સુનાવાણીમંગળવારેહાથ ધરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.