- અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખા શરૂ કરાશે
- ક્રાઈમ બ્રાંચ હસ્તક રહેશે આર્થિક ગુના નિવારણ શાખા
- પોલીસ કમિશ્નર દ્વારા લેવાયો નિર્ણય
અમદાવાદ : શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક નવી શાખા શરબ કરવામાં આવશે. જે શાખા ક્રાઈમ બ્રાંચ હસ્તક રહીને કામ કરશે અને માત્ર આર્થિક ગુનાઓનું નિવારણ કરશે.
શા માટે શરૂ થશે આર્થિક ગુના નિવારણ શાખા?
શહેરના વેપારીઓએ થોડા સમય અગાઉ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની મુલાકાત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, તેમની સાથે છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવે. ત્યારે પોલીસ કમિશ્નરે આ અંગે ચર્ચા વિચારણા કરીને એક નવી શાખા બનાવવાનો નિર્ણય કર્યો હતો.
શું કહ્યું પોલીસ કમિશનરે..?
પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુના નિવારણ શાખા શરૂ કરવામાં આવશે. તે માટે એક PI અને ચાર PSIની નિમણૂક પણ કરવામાં આવી છે. તેમજ હજુ એક ACPની પણ નિમણૂક કરવામાં આવશે. આ શાખાનું મોનિટરીંગ ક્રાઈમ બ્રાન્ચના JCP દ્વારા કરવામાં આવશે. શાખા ખાસ આર્થિક ગુનાઓના નિવારણ માટે જ કામ કરશે. જેમાં ખાસ છેતરપીંડીને લગતા ગુનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.