ETV Bharat / state

લોકડાઉન-4 દરમિયાન દુકાનો ખુલતાં લોકોની અવરજવર જોવા મળી - corona virus cases in ahemdabad

રાજ્યમાં તમામ આર્થિક પ્રવૃત્તિઓ લોકડાઉન-4 દરમિયાન સવારના 8થી બપોરના 4 વાગ્યા સુધી કરી શકાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં પણ અમુક ગાઈડલાઈનને આધારે નોકરી-ધંધા ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો બહાર ફરતાં નજરે પડ્યા હતા.

લોકડાઉન-4 દરમિયાન દુકાનો ખુલ્લી હોવાથી લોકોની અવરજવર જોવા મળી

author img

By

Published : May 19, 2020, 3:10 PM IST

અમદાવાદઃ આજથી 31મી મે સુધી દેશભરમાં લોકડાઉન 4 લાગુ છે. પણ તેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે. આમ, અમદાવાદના પૂર્વ વિસ્તાર અને રાજ્યના અન્ય કન્ટેનમેન્ટ ઝોનની આશરે 50 લાખની વસતી જ લોકડાઉન હેઠળ રહે છે. બાકીના 92 ટકાથી વધુ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ મળી છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લોકો પહેલાની જેમ જ બહાર ફરતાં નજરે પડ્યા હતા. તેમજ દુકાનો ખુલ્લી હોવાથી લોકોની અવરજવર જોવા મળી હતી.

લોકડાઉન-4 દરમિયાન દુકાનો ખુલ્લી હોવાથી લોકોની અવરજવર જોવા મળી
આજથી અમદાવાદના શોપિંગ કોમ્પલેક્ષોમાં પ્રોપર્ટી નંબરમાં એકી- બેકી સંખ્યાના આધારે વેપારીઓ દુકાનો આજથી ખોલી શકશે. સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં દિલ્હીની માફક ભીડભાડ ઘટાડવા ઓડ-ઇવન પદ્ધતિ દાખલ કરાઈ છે. આમાં 50 ટકા દુકાનો એક દિવસે ચાલુ રહેશે અને 50 ટકા દુકાનો બીજા દિવસે ચાલુ રહેશે. આ પદ્ધતિમાં કઈ દુકાનો ક્યારે ચાલુ રાખવી તે બાબત સ્થાનિક દુકાનદારો અને તંત્ર ભેગા મળીને નક્કી કરશે. બહુવિધ પ્રોપર્ટી નંબર ધરાવતી દુકાનો એકી તારીખે જ ખોલવા આદેશ કરવામાં આવ્યો છે. સિંગલ દુકાનો કાયમી એટલે રોજ ચાલુ રાખી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.