ગાંધીનગર: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા નું આયોજન કર્યું હતું જેમાં 2 મેં ના રોજ પરિણામ જાજર થયું હતું જે 65.58 ટકા પરિણામ હતું ત્યારે પરિણામ ઓછું હોવાનું કરણ ડમી શાળાઓ હોવાનું શિક્ષણ બોર્ડના સભ્યોએ કારણ સાથેની ફરિયાદ કરતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આવી ડમી શાળાઓ વિરુદ્ધ તપાસ કરવાના આદેશ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ: ફરિયાદના આધારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ આવી ડમી શાળાઓને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ધોરણ 10 ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ 11 થી શરૂ થાય છે ત્યારે આઇઆઇટીઆઇએમ અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસીસમાં પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા તોતિંગ ફી ભરે છે. શિક્ષણ વિભાગે પણ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.

ડમી શાળાઓ કેવી રીતે કરે છે કાર્ય?: શિક્ષણ બોર્ડના શાળા સંચાલક ધીરેન વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં અને શહેર અને જિલ્લામાં જે મોટા મોટા ખાનગી ટ્યુશન છે તેમાં વિદ્યાર્થીઓ JEE અને NEET ની ડોક્ટર અને એન્જિનિયરિંગની તૈયારીઓ કરવા માટે કહેવાતા એવા મોટા ટ્યુશન ક્લાસમાં એડમિશન લે છે. સાથે શાળામાં પણ શરતોને આધીન એડમિશન લે છે જેમાં બાળક શાળાએ નહીં આવે પણ ફી ભરશે. આવી શરતો મુજબ શાળા દ્વારા વિધાર્થીઓની હાજરી પણ ભરવામાં આવે છે. વિધાર્થીઓનું નામ શાળામાં હોય છે પણ એક દિવસ હાજર રહેતા નથી એટલે આવી શાળાને ડમી શાળા તરીકે સંબોધન કરવામાં આવે છે.
'ડમી શાળાના લીધે ફક્ત વિધાર્થીઓ નહીં પણ વાલીઓ સાથે સરકારને પણ આર્થિક નુકશાન થાય છે. ગુજરાતમાં ડમી શાળાએ કેવું દુષણ છે કે જે શિક્ષણ વ્યવસ્થાને પૂરી કરવા માટે એક દિશા તરફ જઈ રહ્યું છે. ડમી શાળા ઉપર પગલા લેવાય તે માટે 5 મેં તારીખે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી. આવી ડમી શાળાઓના લીધે જ બોર્ડનું પરિણામ પણ સતત ઘટી રહ્યું છે. આવી શાળા ઉપર પગલા લેવા માટે અમે સરકારને રજૂઆત કરી છે અને અંતર્ગત બોર્ડ એ પણ તપાસના આદેશ આપ્યા છે. આખો દિવસ ટ્યુશનમાં હોવાના કારણે તેઓ એક જ વખત અભ્યાસ કરે છે જ્યારે વાલીઓને પણ આર્થિક બોજો વધે છે.' -ધીરેન વ્યાસ, શિક્ષણ બોર્ડના શાળા સંચાલક
ડમી શાળા સિસ્ટમથી નુકશાન: વધુમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ એક વખત શાળામાં અને બીજી વખત ઘરે અથવા તો ટ્યુશનમાં અભ્યાસ કરવો ફરજિયાત છે પરંતુ હાલમાં ડમી શાળાના લીધે વિદ્યાર્થીઓ શાળાનો સમય પણ ખાનગી ટ્યુશનમાં જ વીતે છે જેથી બે વખત અભ્યાસ થઈ શકતો નથી. ગુજરાતમાં સારા પરિણામ બાદ સારી જગ્યાએ એડમિશન માટે ગુજકેટની જરૂર હોય છે. જેથી આવા બાળકો ગુજકેટની પણ તૈયારી કરી શકતા નથી. વાલી અને સરકારની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ડમી શાળા સિસ્ટમથી નુકસાન થાય છે.