મ્યુનિસિપલ શાળાઓનું ચલણ વધતું જાય છે. તેમ ખાનગી શાળાઓમાંથી પણ બાળકો મ્યુનિસિપલ શાળાઓમાં એડમિશન લેતા જોવા મળે છે. આ વર્ષની વાત કરીએ તો 8 હજારથી વધુ બાળકોએ પૂર્વ વિસ્તારમાં ખાનગી શાળામાંથી મ્યુનિસિપલ શાળાઓમાં એડમિશન લીધું છે.
ડ્રોપઆઉટની વાત કરવામાં આવે તો છોકરીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. વાલીઓની માનસિકતામાં હજી પરિવર્તન આવ્યું નથી અને મજૂર વર્ગની જે છોકરીઓ શાળામાં ભણતી હોય છે. તે પરિવારમાં મોટી છોકરી હોય તેને થોડું ભણાવી સ્કૂલમાંથી છોડવામાં મજબુર કરવામાં આવે છે.
મજૂર વર્ગના લોકોને વારંવાર નિવાસસ્થાન બદલતા હોવાથી બાળકોને સ્કૂલ છોડવી પડતી હોય છે. સ્કૂલ છોડવાનું પ્રમાણ ધોરણ એક થી લઈને આઠમાં એમ દરેક ધોરણમાં જોવા મળ્યું છે. આ ડ્રોપઆઉટનું પ્રમાણ ઓછું થાય તે માટે કોર્પોરેશન દ્વારા સતત પ્રયત્નનું કરવામાં આવી રહ્યું છે. લોકો વધારેને વધારે જાગૃત બને તે માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે, અમદાવાદમાં હવે સો કરોડના ખર્ચે 10 હાઇટેક સ્કૂલ બનવાની છે.