અમદાવાદ : અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ પાસે રાજ્યભરના લગભગ 10,000 સરકારી ડૉકટર(Doctors strike in Gujarat ) પોતાની માંગ ન સ્વીકારતા હડતાળ પર ઉતર્યા છે. અગાઉ પણ સરકારના કહેવાથી (Doctors on strike )ત્રણ વાર હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.
વિવિધ સંગઠનો જોડાયા હડતાળમાં - ગુજરાત મેડિકલ એસોસિયન (Gujarat Medical Association )પ્રેસિડન્ટ રજનીશ પટેલ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 31 માર્ચના રોજ જે ઠરાવ પસાર થવાના હતા.તેમાથી એક પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી. સાથે અમારી ઘણા વર્ષો જૂની માંગણી હતી. તેમાંથી એક પણ માંગણી સ્વીકારવામાં આવી નથી. આ હડતાળમાં GMTA, GIDA, સરકારી ક્લાસ 1,2 મેડિકલ ડૉકટરો જોડાયા છે.
આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
અગાઉ ત્રણવાર સરકારના કહેવાથી હડતાળ મોકૂફ રાખી - સરકાર પર ભરોસો રાખી ત્રણ વાર અમે હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. એક વાર આરોગ્ય પ્રધાન કહેવાથી મોકૂફ રાખી હતી. હવે અમે આમરી હડતાળ અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતર્યા છીએ.
સરકાર સામે મુખ્ય માંગણીઓ - ડૉ.હિતેન્દ્ર પરીખે જણાવ્યું હતું કે સરકારે છેલ્લા ત્રણવાર ખોટા વચનો આપી હડતાળ મોકૂફ રાખવી હતી. પણ અમે અમારા હક માટે લડીએ છીએ. અમારી મુખ્ય માંગણી NPA અમારો હક છે. સેન્ટ્રલ મુજબ અમને GR અમને મળવો જોઈએ પણ અમને તે મળતો નથી. સાતમા પગાર પંચ એન્ટ્રી પે નો મુદ્દો છે. એ પણ પેન્ડિગમાં છે. કમિશનના વિવિધ પ્રશ્નો છે જે મુજબ પ્રમોશન થતા નથી આ વિવિધ માગણી ન સ્વીકારતા આવતા હડતાળ પર ઉત્તરવા મજબૂર બન્યા છીએ.
આ પણ વાંચોઃ Surat Takshashila fire case: બચાવપક્ષના વકીલે કરી ડોકટરોની ઉલટ તપાસ