ETV Bharat / state

અમદાવાદમાં વહીવટી તંત્ર દ્વારા શાકભાજી, અનાજકીટ અને ફૂડ પેકેટનું વિતરણ - કોરોના સમાચાર

કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સતત ઝઝૂમી રહ્યું છે. ત્યારે ગરીબ, શ્રમિક તથા જરૂરિયાતમંદ કુટુંબોની અવશ્યકતાઓની દેખભાળ પણ કરી રહ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા શાકભાજી,અનાજકીટ અને ફૂડ પેકેટનું વિતરણ

author img

By

Published : Apr 2, 2020, 11:10 AM IST

અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સતત ઝઝૂમી રહ્યું છે, ત્યારે ગરીબ, શ્રમિક તથા જરૂરિયાતમંદ કુટુંબોની અવશ્યકતાઓની દેખભાળ પણ કરી રહ્યું છે. અનાજ, શાકભાજી તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

હેલ્થ વિભાગ દ્વારા સર્વે, ફ્યુગીમેશન અને ક્વોરન્ટીનની પ્રક્રિયા સતત ચાલી રહી છે. લોકડાઉનની પરિસ્થિતિને કારણે જ્યાં જરૂર જણાય ત્યાં, ફૂડ પેકેટસ અને અનાજ કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા શાકભાજી,અનાજકીટ અને ફૂડ પેકેટનું વિતરણ
વહીવટી તંત્ર દ્વારા શાકભાજી,અનાજકીટ અને ફૂડ પેકેટનું વિતરણ

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2000 કુટુંબોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અંદાજે 6 હજાર કિલો શાકભાજી જરૂરિયાત મંદ કુટુંબોને આપવામાં આવ્યું હતું. અસારવા,સાબરમતી અને મણિનગર વિસ્તારના વિવિધ કુટુંબોને આ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 3,18,890 ફૂડ પેકેટ અને 12,875 અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરના જણાવ્યા મુજબ જિલ્લામાં ઘાસચારાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાની કુલ 48 પાંજરાપોળ-ગૌશાળામાં કુલ 18011 નાના-મોટા પશુઓ માટે 883697 કિલો સૂકો અને 89720 લીલો ઘાસચારો ઉપલબ્ધ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.