ETV Bharat / state

અમદાવાદ: જાણો સિવિલમાં ડ્યુટી કરતા દિવ્યાંગ કર્મીઓ વિશે - Ahmedabad Civil

સમગ્ર વિશ્વમાં 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વની 15 થી 17 ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે.જાણો અમદાવાદ સિવિલમાં ડ્યુટી કરતા દિવ્યાંગ કર્મીઓ વિશે

અમદાવાદ: જાણો સિવિલમાં ડ્યુટી કરતા દિવ્યાંગ કર્મીઓ વિશે

author img

By

Published : Dec 3, 2020, 8:00 PM IST

  • જાણો સિવિલમાં કામ કરતા ડૉક્ટરથી લઈને દિવ્યાંગ કર્મચારી વિશે
  • 3જી ડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલીટી ડેની કરવામાં આવે છે ઉજવણી
  • વર્લ્ડ ડિસેબિલીટી ડે 2020ની થીમ “બિલ્ટ બેક અને બેટર” રાખવામાં આવી

અમદાવાદ: 1992થી લઇને સમગ્ર વિશ્વમાં 3જી ડિસેમ્બરને વિશ્વ અક્ષમતા દિવસ(વર્લ્ડ ડિસેબિલીટી ડે) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વની 15 થી 17 ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે.

વર્લ્ડ ડિસેબિલીટી ડેની ઉજવણી

કોરોના મહામારી વચ્ચે આવેલા વર્લ્ડ ડિસેબિલીટી ડે 2020ની થીમ “બિલ્ટ બેક અને બેટર” રાખવામાં આવી છે. અક્ષમતા ધરાવતા લોકો તેમનામાં રહેલી અક્ષમતાને નબળાઇ નહીં પરંતુ તેમની તાકાત બનાવે, તેને સુધારવાની દિશામાં પ્રયત્નો કરવા તે માટે આ થીમ રાખવામાં આવી છે.

અમદાવાદ: જાણો સિવિલમાં ડ્યુટી કરતા દિવ્યાંગ કર્મીઓ વિશે
અમદાવાદ: જાણો સિવિલમાં ડ્યુટી કરતા દિવ્યાંગ કર્મીઓ વિશે

સિવિલમાં કેટલાક દિવ્યાંગ આપી રહ્યા છે સેવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શારિરિક કે માનસિક રીતે અપંગ લોકોને દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ આપવામાં આવી છે. કોરોના મહામારીનો કપરો લક્ષ્યાંક ચાલી રહ્યો છે, ત્યારે તેના સામે કોરોના વોરીયર્સ જંગ લડી રહ્યા છે. ખાસ કરીને તબીબો સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં પણ ઘણાય દિવ્યાંગ તબીબો કે, જેઓ દેહથી ભલે દિવ્યાંગ છે પરંતુ મનથી મક્કમ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે.

સિવિલમાં દિવ્યાંગ દ્વારા ઇન્ટર્ન શિપ કરી અપાઈ સેવા

અમદાવાદ સિવિલમાં 50 દિવસથી પણ વધુ સમય કોરોના ડ્યુટીમાં પસાર કરી રહ્યા ઇન્ટર્ન તબીબ કિશોર કારીયા તેમાંના એક છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે દેહથી દિવ્યાંગ હોવાના કારણે કોરોનાની ફરજમાંથી મુક્તિ આપવાની જોગવાઇ છે. પરંતુ કિશોર કારીયા એવા તબીબ છે કે જેઓએ સહજ ભાવે સામે ચાલીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા ડ્યુટી સંભાળી છે. કિશોર કારીયાને કાઇફોસ્કોલિયોસિસ થયુ હોવાના કારણે તેના પગમાં દિવ્યાંગતા આવી છે. જે કારણોસર સતત વધુ ચાલે ત્યારે તેને તકલીફ પડતી હોય છે પરંતુ કિશોર કારીયા તેના જુસ્સાના કારણે સતત બાહોશી પૂર્વક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા જોવા મળે છે.

દિવ્યાંગ કિશોરભાઇએ 50 દિવસ કોરોના વોર્ડના ICU મા ડ્યુટી કરી

કિશોર ભાઇએ કોરોનાવોર્ડમાં ICU તેમજ નોન ICU માં 50 દિવસથી પણ વધુ સમય સુધી ડ્યુટી કરી છે. આ દરમિયાન સંપૂર્ણપણે સાવચેતી સાથે તેઓ ફરજનિષ્ઠ રહ્યા છે. જે કારણોસર જ કોરોનાનો રીપોર્ટ કરાવતા તે નેગેટીવ આવ્યો હતો. આવા જ અન્ય એક તબીબ પ્રોફેસર અને વડા મેડિસીન વિભાગ ડ઼ૉ.બીપીન અમીન કે જેઓ 90 ટકા જેટલી દિવ્યાંગતા ધરાવે છે. તેઓને રાજ્યકક્ષાએ જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી કોરોના સંલગ્ન ટેલીમેન્ટરીંગ સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં નાગરિકોને ઘેર બેઠા કોરોના વિશેની માહિતી પહોંચે તે માટે ડૉ. અમીનના વડપણ હેઠળ વિવિધ ટીમ કામ કરી રહી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન શું કાળજી રાખવી, કોરોનાથી બચવાના ઉપાયો વિશેની જાણકારી આપવામાં આવે છે.

સિવિલમાં દિવ્યાંગ લિફ્ટમેન પણ કરે છે લોકોની સેવા

સિવિલ હોસ્પિટલના અન્ય એક કર્મી ગિરીશ ગોહિલ કે, જેઓ છેલ્લા 4 વર્ષથી લીફ્ટમેન તરીકેની સરાહનીય સેવાઓ આપી રહ્યા છે. તેઓ કહે છે કે હું બાળપણથી જ પોલીયોગ્રસ્ત હોવાના કારણે હલન-ચલનમાં તકલીફ અનુભવતો હતો. આ તકલીફ શારિરીક પડકાર આપતી પરંતુ માનસિક ક્યારેય હાર માની નથી. છેલ્લા 4 વર્ષથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે સેવાઓ આપી રહ્યો છુ. અહીં દર્દીને એક વોર્ડમાંથી અન્ય વોર્ડમાં લાવવા લઇ જવા માટે કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે લિફ્ટમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.