અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં રહેતા મુકેભાઈ નામના ફરિયાદીએ ફરિયાદ નોધાવી છે કે, તેઓ રાબેતા મુજબ સવારે સર્કીટ હાઉસ તરફ ચાલવા ગયા હતા. ત્યારે 1 મેંના રોજ ઓસ્વાલ ભવનની ગલીમાં 2 અજાણ્યા યુવક અને મહિલા ઉભી હતી. જેમાંથી એક યુવકે તેમને ઉભા રાખ્યા અને જણાવ્યું હતું કે, અમારા દીકરાનો અકસ્માત થયો છે. અમારે તેનું ઓપરેશન કરાવવા પૈસાની જરૂર છે, અમને પૈસાની ખુબ જરુર છે. અમારી પાસે 2000 હીરા છે તે અમારે સસ્તા ભાવે વેંચવાના છે.
બીજા દિવસે શખ્સો 2 હીરા લઈને આવ્યા હતા. મુકેશભાઈને મળ્યા હતા. ત્યારબાદ મુકેશભાઈએ હીરાની તપાસ કરતા હીરા અસલી નિકળ્યા તે બાદ 200 હીરા 12.50 લાખમાં આપવાનું નક્કી થયું હતું. જે પ્રમાણે ઓસ્વાલ ગલીમાં જ શખ્સોએ 200 હીરાનું પેકેટ આપ્યું જે બદલ મુકેશભાઈએ 12.50 લાખ રોકડા આપ્યા હતા. હીરા ચેક કરાવતા 200 હીરા નકલી નિકળ્યા હતા. તે શખ્સોને ફોન કરતા તેમનો ફોન પણ બંધ આવ્યો હતો. આ અંગે મુકેશભાઈએ ત્રણેય શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.