ETV Bharat / state

ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો, નદી કાંઠાના 30 ગામોને એલર્ટ

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવાને પગલે ઉપરવાસમાં ભારે વરસાદ અને પૂરના કારણે ધરોઇ ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી જવાની સ્થિતિ સર્જાઇ છે. જેથી રવિવારે સાંજે 6 વાગ્યે ધરોઇ ડેમમાંથી 10થી 15 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લા તંત્ર સતર્ક બન્યું હતું.

ધરોઈ ડેમ
ધરોઈ ડેમ
author img

By

Published : Aug 31, 2020, 12:55 PM IST

અમદાવાદ: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવાને પગલે ઉપરવાસમાં ભારે વરસાદ અને પૂરના કારણે ધરોઇ ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી જવાની સ્થિતિ સર્જાઇ છે. રવિવારે સાંજે 6 વાગ્યે ધરોઇ ડેમમાંથી 10થી 15 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લા તંત્ર સતર્ક બની ગયું હતું. આ પાણી સાબરમતી નદીમાં છોડવાનું હોવાથી નદી કાંઠાના 30 જેટલા ગામોને સતર્ક કરવા તેમજ તકેદારીના પગલારૂપે જરૂરી પાગલા લેવાની કામગીરી હાથ ધરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ધરોઇ ડેમમાં રવિવારે સાંજે 5 વાગ્યે પાણીનું લેવલ 616.80 ફૂટ એટલે કે એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયું હતું. 46.611 ક્યૂસેક પાણીની આવક થતા જળાશયમાં પાણીનો 80 ટકા સંગ્રહ થઇ જતા સ્થિતિ ગંભીર બની હતી. જેથી સાબરમતી નદીમાં 15 હજાર ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પાણી ગાંધીનગરના સંતસરોવરથી વાસણા બેરેજમાં અને ત્યાંથી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવનાર છે. સંતસરોવર ઓવરફ્લો થઇ ગયું છે. વાસણા બેરેજમાં હાલમાં 129.75 ફૂટની જળસપાટી છે. જેની પૂર્ણ સપાટી 137 ફૂટ છે. હાલમાં વાસણા બેરેજમાંથી 3,983 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાં રવિવારે સાંજે 5 વાગ્યે પાણીનું લેવલ 616.80 એટલે કે એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે.

ઉપરોક્ત સ્થિતિને જોતા અમદાવાદ જિલ્લામાં નદી કાંઠા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સુચના અપાઇ છે. આ અંગે અમદાવાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ધરોઇનું પાણી રવિવારે સાંજે 6 વાગ્યે છોડવામાં આવ્યું છે. જે પાણી અમદાવાદ પહોંચતા 8 કલાક લાગ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.