- ગુજરાત સરકાર કોરોનાથી થતાં મોતના આંકડા બતાવતી નથી
- 2 કલાકમાં 8 થી 10 મૃત્યુ
- છેલ્લા એક અઠવાડિયામાં 130 થી વધુનો મૃત્યુઆંક થયાની ફરિયાદ
- સ્મશાનગૃહમાં 5થી6 કલાકનું વેઇટિંગ
અમદાવાદઃ શહેરના સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે, સિવિલ હોસ્પિટલમાં પણ મૃતદેહો લઇ જવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ઘોર બેદરકારીની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે તેવા સમયમાં છેલ્લા અઠવાડિયાથી દસ દિવસમાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં 130 થી વધુ મોત કોરોનાના કારણે થયા તે વાત ચર્ચામાં હતી. પરંતુ સરકારી ચોપડે આ બધા મોત ને બતાવવા માં આવ્યા નથી.
સિવિલ હોસ્પિટલ તંત્ર અને ગુજરાત સરકાર બંને મોતના સાચા આંકડા છુપાવે છે
અમદાવાદના સ્મશાનોમાં અંતિમ વિધિ માટે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે, સિવિલ હોસ્પિટલમાં પણ મૃતદેહો લઇ જવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ઘોર બેદરકારીની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે તેવા સમયમાં છેલ્લા અઠવાડિયાથી દસ દિવસમાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં 130 થી વધુ મોત કોરોનાના કારણે થયા તે વાત ચર્ચામાં હતી. પરંતુ સરકારી ચોપડે આ બધા મોતને બતાવવામાં આવ્યા નથી.
2 કલાકમાં 8 થી 10 મૃત્યુ
આ વિષયમાં જો સરકાર અને હોસ્પિટલ દ્વારા સાચી માહિતી આપવામાં આવતી હોય તો લોકોને આ કોરોનાના કારણે થતા નુકસાન અને વાઇરસની ગંભીરતાની ખબર પડે. મૃતકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે અને 2 કલાકમાં 8 થી 10 મૃતદેહ હોસ્પિટલમાંથી અમદાવાદ ખાતે આવેલા જુદા જુદા સ્મશાનગૃહમાં લઇ જવામાં આવે છે.
સ્મશાનગૃહમાં 5થી6 કલાકનું વેઇટિંગ
આ વિષય પર એક મૃતકના સગા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે હોસ્પિટલથી નજીકમાં સ્મશાનગૃહ હોય ત્યાં જ મૃતકને લઈ જવાનો હોસ્પિટલ સંચાલકો દ્વારા કેહવામાં આવે છે અને તે સ્મશાન પર પણ 5 થી 6 કલાકનું વેઇટિંગ હોય છે.
સવારે મૃત્યુ થયું હોય તો સાંજ સુધી સ્મશાનમાં જગ્યા મળતી નથી અને મૃતદેહને પણ ત્યાં સુધી રાખી મુકવો પડે છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ જાણવા મળતી માહિતી મુજબ સ્ટાફ ઓછો છે અથવા 2 શિફ્ટમાં અલગ અલગ લોકોના કામ કરવાને કારણે પણ મૃતદેહને લઈ જવામાં વાર લાગી રહી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો લેવા માટે ભીડ ઊમટી રહી છે, એક જ દિવસમાં 20 થી વધારે મૃતદેહ સિવિલથી સ્મશાને મોકલવામાં આવી હોવાનું ત્યાંના જોનારાનું કહેવું છે.