વિરમગામઃ વિરમગામને ઐતિહાસિક કચ્છ અને સૌરાષ્ટ્ર જવાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. રોડ ઉપર ગટરના ઊભરાતા પાણી અને બિસ્માર રસ્તા એ વિરમગામનો વર્ષો જૂનો એક પ્રાણ પ્રશ્ન છે. પદાધિકારી અને રાજકારણીઓની નિરસતાના કારણે વિરમગામ શહેરની હાલત કફોડી બની છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.
વિરમગામ-અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ગોલવાડથી ટાવર સુધી રોડ બને તેવી માગ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આઝાદી સમયનું સાક્ષી પૂરતું વિરમગામ એટલે ઐતિહાસિક ગામ કહેવાય છે, પરંતુ વિરમગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ વર્ષોથી છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. વિરમગામમાં રોડ-રસ્તા, ઠેર ઠેર દૂષિત પાણીથી ઉભરાતી ગટરો આવી પરિસ્થિતિથી પદાધિકારીઓ, અધિકારીઓ અને રાજકારણીઓની નીરસતાના કારણે હોય તેવું લાગી રહ્યું છે. હવે વિરમગામની પ્રજા વિકાસ માટે વલખાં મારી રહી હોય તેવું લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય હિન્દુ સેનાએ નગરપાલિકા ચીફ ઓફિસરને વિરમગામ બજારમાં આવેલા ગોલવાડથી ટાવર સુધીનો નવો પાકો રોડ બને તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
વિરમગામમાં પાકા રોડ બનાવવા રાષ્ટ્રીય હિન્દુ સેનાની માગ, પાલિકા ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદન - વિરમગામ નગરપાલિકા
વિરમગામને ઐતિહાસિક કચ્છ અને સૌરાષ્ટ્ર જવાના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં રોડ ઉપર ગટરના ઊભરાતા પાણી અને બિસ્માર રસ્તા એ વિરમગામનો વર્ષો જૂનો એક પ્રાણ પ્રશ્ન છે. પદાધિકારી અને રાજકારણીઓની નિરસતાના કારણે વિરમગામ શહેરની હાલત કફોડી બની છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.