અમદાવાદ: શહેરની મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં(Ahmedabad Corporation)સૌથી મહત્વ મુદ્દો 2017 દરમિયાન થયેલ રોડ કૌભાંડ અને(Ahmedabad 2017 Road Scam) ખોટા બિલ મુદ્દે નિર્ણય કરવામા આવ્યો હતો. જેમાં 23 ઇજનેરીને બરતરફ કરવા અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારના લોકો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા કે જે ખોખરા ઓવર બ્રિજ (Khokhra Over Bridge)15 થી 31 જુલાઇ સુધીમાં લોકાર્પણ કરવામા આવશે. જ્યારે નરોડા ઓવર બ્રિજ(Naroda Over Bridge) પણ બનીને તૈયાર થઇ ગયો છે. જેનું 8 જૂન રોજ મુખ્યપ્રધાન હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
થલતેજમાં બનશે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર - થલતેજમાં નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પી.પી.પી. ધોરણે તૈયાર કરવામાં (Health Center on PPP basis)આવશે. કોર્પોરેશન દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટના મહત્વના સિદ્ધાંતને અનુસરીને ખુબ જ અસરકારક અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં AMC સાથે વિવિધ NGO અન્વયે એક સંસ્થા દ્વારા પણ AMCના આરોગ્ય વિભાગની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈને થલતેજ વોર્ડમાં ટી.પી. 216 ફાઈનલ પ્લોટ નં. 112/1 ના અંદાજીત 3700 ચો.મી.ના પ્લોટમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા કન્સ્ટ્રકશનનું તમામ પ્રકારનું વર્ક પોતાના સ્વખર્ચે કરી આપવા માટે તૈયારી દર્શાવેલ છે. પ્રથમવાર એવું થશે કે પી.પી.પી. ધોરણે હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય
રસ્તા પર ચાલતી ઘાસની લારી જપ્ત કરવાના આદેશ - અમદાવાદમાં ખડતા ઢોર સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા રસ્તા પર જે લોકો પશુઓને ખાવા માટે જે ઘાસનું વિતરણ કરવામાં સર્વે છે. જેના કારણે ઢોર રસ્તા પર દોડતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. જેને ધ્યાનમાં લઈને કોર્પોરેશન દ્વારા તમામ લારી કોર્પોરેશન ઉઠાવીને પોતાના પ્લોટમાં 1 મહિના સુધી મૂકી દેવાના આદેશ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યા છે.
ફૂટપાથ પરના લોકોને આશ્રય આપવામાં આવશે - અમદાવાદ શહેરના અનેક જગ્યા પર ફૂટપાથ પર લોકો વાસવાટ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને કોર્પોરેશન અને NGO સાથે મળીને આ દરેક લોકોને કોર્પોરેશન દ્વારાએ આશ્રય સ્થાન પર લઇ જવામાં આવશે. સાથે સાથે દરેક લોકોને કઈ આવડત અને રુચીને આધારે છે. તેમને ક્યુ કામ કરવું છે તે મુજબ રોજગારી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ રસ્તાનું રાજકારણ : ચોમાસુ નજીક આવતાં વિપક્ષનો વાર, શાસકનો વળતો પ્રહાર
2017 થયેલા રોડ કૌભાંડમાં કાર્યવાહી કરવાના આદેશ - અમદાવાદમાં બનાવવામાં આવતા રોડમાં અધિકારીઓનું કૌભાંડ(Road sca) વર્ષ 2017માં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. AMCના ઇજનેર વિભાગના કર્મચારી તેમજ અધિકારીઓ આ બાબતમાં સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ થયું હતું. જે બાબતે કૌભાંડની જાણ થતાની સાથે 87 ઇજનેરો સામે પગલા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ઇજનેરો સામે પણ તપાસ ચાલુ હોવાને કારણે જે તે સમયે પગલાં લેવાયા ન હતા, આજે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2017માં કરાયેલ રોડ કૌભાંડ મામલે 23 સામે દંડાત્મક પગલાં લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, 4 થી 6 જેટલા ઇન્ક્રીમેન્ટની રકમને પેનલ્ટી તરીકે વસૂલવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ બાબતે શો કોઝ નોટિસ આપવામાં આવી છે.