દાહોદ: જિલ્લામાં આરોગ્ય વિભાગ જિલ્લા વહીવટીતંત્ર અને જનતા સાવચેત હોવા છતાં પણ કોરોના વાઇરસથી લોકો સંક્રમિત લોકો થઈ રહ્યા છે.કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા 11 જેટલા દર્દીઓ દાહોદ જિલ્લા મથકે આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.

આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 60 વર્ષિય કંકુબેન દેવધા અને 28 વર્ષીય શિરીનબેન ગરબાડાવાલા કોરોના વાઇરસને માત આપી છે. જેથી તેમને હોસ્મુપિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સઘન સારવારને કારણે તેઓ કોરોનામાંથી મુક્ત થતાં બન્નેને હોસ્પિટલમાંથી સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી. દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હજુ નવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે આ દર્દીઓ પણ ઝડપથી કોરોના મુક્ત બનીને હોસ્પિટલમાંથી રજા મેળવવાનું હોસ્પિટલ સ્ટાફ આશા સેવી રહ્યો છે.