આ અંગે ભુમિક શાહે જણાવ્યુ હતું કે, 'અમે છેલ્લા ત્રણ વર્ષથી ડાકલાના અલગ-અલગ વર્ઝન બનાવીએ છીએ. કારણ કે, લોકોમાં તેની ડિમાન્ડ છે. હું જ્યાં પણ ફરવા જવું ત્યાં લોકો આ ડાકલાની રાહ જોતા હોય છે. લોકોમાં આ ડાકલા ખૂબ જ લોકપ્રિય બન્યા છે.'
મહાકાળી ડાકલા સોન્ગ વિશે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, 'આ વીડિયોની ખાસિયત એ છે કે, તેમાં એનિમેશન અને લાઈવ શૂટના ફૂટેજના મિશ્રણથી બનાવવામાં આવ્યું છે. વીડિયોમાં ગરબા રમતાં લોકોને દર્શાવાયા નથી. આ ડાકલાની વિશેષતાએ છે કે, તેમાં એક પણ ફિલ્મ ગીતનું મિશ્રણ નથી. માત્ર પ્રાચિન ગરબા અને રાસનો ઉપયોગ કર્યો છે. આ ડાકલા કવિ ઘનશ્યામ ગઢવીએ લખ્યા છે.