અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં સર્જાયું હતું, જે ક્યાર વાવાઝોડામાં પરિર્વતન થતા સમુદ્રમાં ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. વાવાઝોડાની સંભાવનના લીધે દેવભૂમિ દ્વારકા અને જામનગરના બંદરો પર ભયસૂચક બે નંબરનું સિગ્નલ લાગ્યું હતું. આ સંભવિત વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
ગત બે દિવસમાં વાવાઝોડું ‘ક્યાર’ દરિયામાં સક્રિય થયું હતું. જેથી અરબી સમુદ્રમાં 100-130 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી. જોકે, હવે આ ક્યાર વાવાઝોડું ધીરે ધીરે ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે.