ETV Bharat / state

Cyclone Biparjoy landfall: બિપરજોય ચક્રવાત ગુજરાતના તટીય વિસ્તારોમાં અથડાયા બાદ ઉત્તર-પૂર્વીય દિશા તરફ વળ્યું - બિપરજોય ચક્રવાત ગુજરાતના તટીય વિસ્તારો

બિપરજોય વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. હાલ આ વાવાઝોડું ઉત્તર-પૂર્વીય દિશા તરફ આગળ ગતી કરી રહ્યું છે. આવતી કાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

cyclone-biparjoy-took-a-north-easterly-direction-after-hitting-the-coastal-areas-of-gujarat

author img

By

Published : Jun 16, 2023, 3:25 PM IST

ચક્રવાત ગુજરાતના તટીય વિસ્તારોમાં અથડાયા બાદ ઉત્તર-પૂર્વીય દિશા તરફ વળ્યું

અમદાવાદ: બિપરજોય ચક્રવાતની ગુજરાતના તટીય વિસ્તારોમાં ધમાકેદાર અથડામણ બાદ હાલ આ વાવાઝોડું ઉત્તર-પૂર્વીય દિશા તરફ આગળ ગતી કરી રહ્યું છે. ગઈ કાલે રાત્રે જખૌમાં લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત નરમ પડયું છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના કચ્છમાં હજી પણ વાવાઝોડું સક્રિય છે, જેને લીધે કચ્છમાં વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે.

વરસાદની આગાહી: વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ છે. જ્યારે બીપોરજોય ના ઋટમાં સમાવિષ્ઠ બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત મધ્યગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બચાવની કામગીરી પણ પ્રસંશનીય: ગુજરાતના જખૌ બંદરે બીપોરજોય ચક્રવાત લગભગ રાત્રીના સમયે લેન્ડ ફોલ થયું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી આ લેન્ડ ફોલની પ્રક્રિયા નોંધવામાં આવી હતી. તે વખતે ઘાતક બનેલા ચક્રવાતને લીધે ગઈ કાલે કચ્છમાં અતિ ભારે 198 mm વરસાદ નોંધાયો હતો. હવે વાવાઝોડું ધીરે ધીરે નરમ પડી રહ્યું છે પરંતુ તેની અસરથી અરબસાગરમાં આવનારા સમયમાં વિપરિત પરિસ્થિતિ જોવા મળશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ જણાવ્યું છે. જ્યારે આવનારા વિનાશક ચક્રવાત માટે સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી.

ઝીરો નુકશાન: જેને કારણે ગઈ કાલ માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીના પગલે ઝીરો નુકશાન રહ્યું છે. સરકારના આગોતરા આયોજન બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સુચારુ આયોજન થકી રાહત અને બચાવ કામગીરી તાલબદ્ધ રીતે કરવામાં આવતાં જાન માલની નુકશાની થતાં અટકતાં તંત્ર રાહતની શ્વાસ લીધો હતો. જોકે હજુ સુધી વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે તંત્ર પણ ખડે પગે કામગીરીમાં લાગી ગયું છે. તો બીજી તરફ જોવા જઈએ તો ચક્રવાતને પગલે આજે પણ પવન અને વરસાદને ધ્યાનમાં રાખી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  1. Cyclone Biparjoy Landfall Live Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી
  2. Cyclone Biparjoy landfall: રાહત કમિશનરે આપ્યા નુકસાનીના આંકડા, કયા જિલ્લામાં થયું કેટલું નુકસાન?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.