અમદાવાદ: બિપરજોય વાવાઝોડા લઈને ગુજરાતના દરિયાકાંઠે આફત ઘંટી જોવા મળી રહી છે. જેને લઈને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને બચાવવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનેક લોકોનું સ્થાનાંતર પણ કરવામાં આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા પણ 90 જેટલી ટ્રેનો રદ કરી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા પણ 350 જેટલી બસને રદ કરી છે. જ્યારે અનેક બસોના રૂટને ટૂંકાવામાં આવ્યા છે.
ઇન્ટ્રા સર્કલ રોમિંગ શરૂ કરવાની સૂચના: અજાત શત્રુએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડા લઈ ગુજરાતના દરિયાકાંઠે આવેલ સાત જિલ્લામાં 135 કિમી ઝડપે પવન ફૂંકવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય તેવી શકયતા જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો સરકાર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે.ત્યારે ટેલિકોમ વિભાગ દ્વારા તમામ કંપની સાથે વાત કરીને અસરગ્રસ્ત જિલ્લામાં 14 જૂન 2023 સવારના 8 થી 17 જૂન 2023ના રાત્રીના 12 વાગ્યા સુધી ઇન્ટ્રા સર્કલ રોમિંગ સેવા શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
સાત જિલ્લામાં શરૂ કરવામાં આવશે: બિપરજોય વાવાઝોડા લઈને ટેલિકોમ વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારે આવેલા દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં સૌથી વધુ અસર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જેને લઈને ટેલિકોમ વિભાગ દ્વારા ચક્રવાતને કારણે જ સમસ્યા ઉદ્ભવવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને ઇન્ટ્રા સર્કલ રોમિંગ સેવા કરવાની સૂચના આપવામાં આવી છે.જેમાં મોબાઈલ પોતાના સિમ કાર્ડમાં નેટવર્ક ના હોવા છતાં અન્ય કંપનીને નેટવર્ક સિલેક્ટ કરીને ફોન કરી શકાય છે.
કેવી રીતે સિલેક્ટ કરવું?: ટેલિકોમ વિભાગ દ્વારા ઇન્ટ્રા સર્કલ રોમીગ શરૂ કરવાની સૂચના આપી છે. જેને પસંદ કરવામાં માટે મોબાઈલમાં સેટિંગમાં જઈને ~ સીમકાર્ડ ~ મોબાઈલ નેટવર્કમાં જઈને મોબાઈલ નેટવર્ક નેટવર્ક પસંદ કરવું જેમાંથી જે કંપનીના નેટવર્ક આવે તે સિલેક્ટ કરીને ફોન કરી શકાશે. અન્ય ટેલિકોમ કંપનીનું કોઈ પણ નેટવર્ક જેનું કવરેજ ઉપલબ્ધ છે કે ટેલિકોમ કંપનીની મોબાઈલ કનેક્ટવીટી કરી શકાશે.રિસ્ટોરેશન ટીમ અને COW ને તાત્કાલિક જમાવટ માટે તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.