ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર થઇ ઓછી, વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધ્યું - cyclone has now moved towards Rajasthan

હવામાન વિભાગ દ્વારા હાલ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

cyclone-biparjoy-has-reduced-its-impact-from-gujarat-cyclone-has-now-moved-towards-rajasthan

author img

By

Published : Jun 17, 2023, 3:20 PM IST

વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધ્યું

અમદાવાદ: વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની અસર હવે ગુજરાત પર ઓછી થઈ છે પરંતુ આફ્ટર ઇફેક્ટને લીધે હાલ તેની અસર ઉત્તર ગુજરાત પર દેખાઈ રહી છે. વાવાઝોડાને લઈને ગુજરાતમાંથી હજી પણ ખતરો ટળ્યો નથી. બિપોરજોય વાવાઝોડું ગઈ કાલે રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે ત્યારે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નાવકસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.

વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધ્યું: ગુજરાતમાંથી બીપોરજોય વવાઝોડાની અસર હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને વાવાઝોડું હાલ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. હવે દરિયામાં હજુ પણ તેની અસર હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેવાની સંભાવના છે.

છૂટો છવાયા વરસાદની આગાહી: કચ્છ પર હજી પણ ઘાત ઊભી છે. કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. તો રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે છૂટો છવાયો વરસાદ રહેવની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદી માહોલ: અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. બીપોરજોય ચક્રવાત રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ છેલ્લા ચરણની સમાપ્તિ થવાની તૈયારી છે. જોકે હાલ ચક્રવાત બિપોરજોયની અસર હજુ સંપૂર્ણ પૂરી નથી થઈ જેને કારણે હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

  1. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
  2. Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
  3. Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.