ETV Bharat / state

અમદાવાદમાં સોનાની લૂંટને અંજામ આપનાર હોમગાર્ડનો પૂર્વ કર્મચારી જ નીકળ્યો - Crime branch arrested 3 accused, including ex-homeguard jawans, for robbery

અમદાવાદ: શહેરના અંજલી બ્રિજ પર મુંબઈના વેપારી પાસેથી 65 લાખના સોનાની લૂંટ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં અન્ય લોકોની પણ સંડોવણી છે કે, નહીં તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. શનિવારે પોલીસે બે આરોપીઓના સ્કેચ જાહેર કર્યાં હતાં. મુંબઈથી બસમાં આવેલા વેપારીને પોલીસકર્મીઓએ નારોલ શાસ્ત્રી બ્રિજ પોલીસ ચોકીમાં લઇ જઈ 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે બાદ વેપારી એક્ટિવા પર અંજલી બ્રિજ પર જતા હતા. ત્યારે બે શખ્સ ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી ફરાર થઈ ગયા હતા.

etv bharat
author img

By

Published : Nov 24, 2019, 9:28 PM IST

અમદાવાદ શહેરના અંજલી બ્રિજ પર મુંબઈના વેપારી પાસેથી 65 લાખના સોનાની લૂંટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ હોમગાર્ડ જવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઝડપાયેલા પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળીએ અન્ય આરોપીઓ અહેમદ પઠાણ અને ઇકબાલ શેખ સાથે મળી સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દાણી લીમડાના કાશીરામ વિસ્તારમાંથી પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળી, અહેમદ પઠાણ અને શાહરુખ શેખની ધરપકડ કરી લૂંટમાં સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અમદાવાદમાં સોનાની લૂંટને અંજામ આપનાર હોમગાર્ડનો પૂર્વ કર્મચારી જ નીકળ્યો

આ કેસમાં વિગત એવી હતી કે, મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી ગત ગુરુવારે સોનું લઈને બસમાં અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ પાસે બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા નવીનભાઈ પાસે મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. જેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા. તેમ છતાં પોલીસે નવીનભાઈના સમાનની ચકસાણી કરી હતી. જે દરમિયાન ત્યાં હાજર પૂર્વ હોમગાર્ડ ઘનશ્યામની નજર પડી હતી અને તેને તેના સાથીઓ સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

ઘનશ્યામના બે સાથી અહેમદ અને ઇકબાલ પ્લાન મુજબ વાસણા પહોંચ્યા હતા. અને ચેકિંગના બહાને નવીનભાઈ પાસે બ્રિજ પર ઉભા રહ્યા હતા. અને સમાનની ચકાસણી કરવા કહ્યું હતું. જે અંગે શંકા જતા નવીનભાઈએ ના પાડી હતી. જેથી તેમની પાસેના 2 દાગીનના બોક્સ લઇને ઈસમો નાસી ગયા હતા.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 4 અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને લૂંટના 65 લાખના દાગીના પૈકી 62 લાખથી વધુના દાગીના કબ્જે કર્યા હતા. ઉપરાંત આ કેસમાં નવીનભાઈ પાસે નારોલમાં તોડ કરનાર 1 કોન્સ્ટેબલ અને 3 હોમગાર્ડ જવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે કે, સમગ્ર મામલે 2 ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના કુલ 7 આરોપી છે.

Intro:અમદાવાદ:શહેરના અંજલી બ્રિજ પર મુંબઈનાં વેપારી પાસેથી 65 લાખના સોનાની લૂંટ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં અન્ય લોકોની પણ સંડોવણી છે કે નહીં તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. ગઇકાલે પોલીસે બે આરોપીઓનાં સ્કેચ જાહેર કર્યાં હતાં. બસમાં મુંબઈથી આવેલા વેપારીને પોલીસકર્મીઓએ નારોલ શાસ્ત્રીબ્રિજ પોલીસ ચોકીમાં લઇ જઈ 25 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. જે બાદ વેપારી એક્ટિવા પર અંજલી બ્રિજ પર જતા હતા ત્યારે બે શખ્સ ચેકિંગના બહાને 65 લાખનું સોનુ લૂંટી ફરાર થઈ ગયા હતા.Body:લૂંટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ હોમગાર્ડ જવાન સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ઝડપાયેલા પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળીએ અન્ય આરોપીઓ અહેમદ પઠાણ અને ઇકબાલ શેખ સાથે મળી સમગ્ર લૂંટનું પ્લાનિંગ કર્યું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીનાં આધારે દાણીલીમડાના કાશીરામ વિસ્તારમાંથી પૂર્વ હોમગાર્ડ જવાન ઘનશ્યામ શ્રીમાળી , અહેમદ પઠાણ અને શાહરુખ શેખની ધરપકડ કરી લૂંટમાં ગયેલ સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં વિગત એવી હતી કે, મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી ગત ગુરુવારે સોનું લઈને બસમાં અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રિજ પાસે બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા નવીનભાઈ પાસે મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું. જેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા.તેમ છતાં પોલીસે નવીનભાઈના સમાનનજ ચકસાણી કરી હતી જે દરમિયાન ત્યાં હાજર પૂર્વ હોમગાર્ડ ઘનશ્યામની નજર પડી હતી અને તેને તેના સાથીઓ સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો..

જે બાદ ઘનશ્યામના બે સથી અહેમદ અને ઇકબાલ પ્લાન મુજબ વાસણા પહોંચ્યા હતા અને ચેકીંગના બહાને નવીનભાઈ પાસે બ્રિજ પર ઉભા રહ્યા હતા અને સમાનની ચકાસણી કરવા કહ્યું હતું જે અંગે શંકા જતા નવીનભાઈએ ના પાડી હતી જેથી તેમની પાસેના 2 દાગીનના બોક્સ આવેલ ઈસમો લઈને નાસી ગયા હતા.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 4 અલગ અલગ ટિમ બનાવી તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને લૂંટના 65 લાખના દાગીના પૈકી 62લાખથી વધુના દાગીના કબ્જે કર્યા હતા..ઉપરાંત આ કેસમાં નવીનભાઈ પાસે નારોલમાં તોડ કરનાર એક કોન્સ્ટેબલ અને 3 હોમગાર્ડ જવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.એટલે કે સમગ્ર મામલે 2 ફરિયાદ નોંધવામાં આવી છે જેના કુલ 7 આરોપી છે...

બાઈટ- અજય તોમર(જેસીપી- ક્રાઈમ બ્રાન્ચ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.