અમદાવાદ : ગુજરાતમાં મહિલાઓને લગતા ગુનાઓ વધી રહ્યાં હોવા કોંગ્રેસ દ્વારા આંકડાઓ સાથે આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. અંગે ભાજપ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હીરેન બેન્કરે જણાવ્યું હતું કે મહિલા સુરક્ષાની વાતો - જાહેરાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષ(2017-2021)માં ભાજપના રાજમાં ગુજરાતમાં 40,600થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા છે. જે ગુજરાત માટે ખૂબ ચિંતાજનક છે.
કયા પ્રકારના ગુન્હા : વર્ષે સરેરાશ 8,000થી વધુ મહિલાને લગતા ગુના નોંધાય છે. તેમાં ગુજરાતમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હૂમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સામે સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓ થઇ રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 8,000થી વધુ મહિલાને લગતા ગુનાઓ નોધાય છે. એટલે કે દર મહિને સરેરાશ 670થી વધુ અને દરરોજ 22થી વધુ મહિલાને લગતા ગુનાઓ નોધાય છે. ન નોધાયેલા ગુન્હાઓનો આંકડાઓ પણ ખૂબ મોટો છે.
કોરોના મહામારીનું 2020ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દર વર્ષે દેશમાં સરેરાશ 3,70,000થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાય છે. માત્ર વર્ષ 2021માં જ 4,09,273 જેટલા કેસો નોધાયા છે. જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે...હીરેન બેન્કર (પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા)
ભાજપ સરકાર નિષ્ફળ : કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે. રાજ્યમાં 2017માં 8133, વર્ષ 2018માં 8329, વર્ષ 2019માં 8,799, વર્ષ 2020માં 8,028 અને વર્ષ 2021માં 7,348 જેટલા મહિલાને લગતા ગુનાઓ નોધાયા છે. મહિલા સુરક્ષાના તમામ કાયદા હોવા છતાં મહિલાઓ વિરુદ્ધના અપરાધના મામલા વધી રહ્યાં છે. ત્યારે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો ઉપર લગામ લગાવવા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે તેવો આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે.
ભાજપ કેમ મૌન છે? : દેશમાં પણ સતત મહિલાઓને લગતા ગુના વધી રહ્યા છે. ભાજપ શાસનના નવ વર્ષના શાસનમાં મહિલાને લગતા ગુના અવિરત થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો કેસ, સાંસદ પર એથ્લીટ્સ ખેલાડીઓની છેડતીનો આરોપ, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે ત્યારે ભાજપ કેમ મૌન થઇ જાય છે? જે ભાજપની મહિલા વિરોધી માનસિકતા દર્શાવે છે. માત્ર જાહેરાતો- પ્રવચનો અને સtત્રોમાં મહિલા સુરક્ષાની વાતો કરવાને બદલે ભાજપ નકકર પગલા લે તો જ મહિલાને લગતા ગુન્હાઓ અટકશે અને બહેન-દીકરીઓ સુરક્ષિત અનુભવશે. જેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતાં.
- Gujarat Congress Janmanch : કોંગ્રેસના જનમંચમાં 800 ફરિયાદ મળી, જનઆંદોલન છેડવા ચીમકી આપતાં અમિત ચાવડા
- Unseasonal Rain : બોગસ બિયારણથી લઈને કમોસમી વરસાદના સર્વેમાં ગોટાળાને મામલે કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર
- Congress BJP Twitter War: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ ટ્વિટર પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યુદ્ધ છેડાયું